મુંબઇ,તા.૩
છ વર્ષ બાદ ફિલ્મકાર રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર ‘તૂફાન’ ફિલ્મમાં સાથે કામ કરવા જઇ રહ્યા હોવાનું ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું હતું. ફરહાન તેની આગામી ફિલ્મમાં એક બાક્સરની ભૂમિકામાં જાવા મળશે. જાકે, એક રમતવીરના પાત્રનું નામ સંભળાય તો દર્શકોને એમ લાગતું હશે કે ફરહાન હજુ એક વાર બાયોપિકમાં કામ કરી રહ્યો છે તો એવું નથી.
સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે આ ફિલ્મ કોઇ બાયોપિક નથી, પણ એક ફિક્શનલ વાર્તા છે જે અંજુમ રાજાબલી દ્વારા લખવામાં આવી છે. બાક્સરના પાત્રને ન્યાય આપવા માટે હાલમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે. ફિલ્મ માટેની તૈયારીઓ ફરહાન અને રાકેશે શરૂ કરી નાખી છે.
અગાઉ ફરહાને આૅલિમ્પિક મેડલિસ્ટ દોડવીર મિલ્ખા સિંહનું માત્ર ભજવીને ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. ફરી એકવાર તે એક બાક્સરનું પાત્ર ભજવવા જઇ રહ્યો છે. ફિલ્મમાં ફરહાનની હીરોઇન કોણ હશે એ અંગે હજુ માહિતી મળી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





