વલ્લભાચાર્ય વિદ્યાધામ હીરાબાગ ખાતે રાત્રે શ્રદ્ધાંજલી અર્પણ કરાશે

0
6

પુલવામાં શહીદ થયેલા જવાનોને
સાધુ-સંતો શહીદોની સહાદતને બીરદાવશે
સુરત, તા.૧૬
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ૧૪મી ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓએ કરેલા ઘાતકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા.
અમે આપણા દેશના સપૂતો વીર જવાનોની શહાદતને કોટિ કોટિ નમન કરીએ છીએ. તેમજ શહીદ જવાનોનાં પરિવાર પ્રત્યે ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ સંદર્ભમાં તા.૧૬મી ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરવા એક શ્રદ્ધાંજલી સભાનું આયોજન જગદ્ગુર શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામ, હીરાબાગ, વરાછા રોડ ખાતે ષષ્ઠપીઠાધીશ્વર મોટામંદિર ગાદીપતિ શ્રી વલ્લભરાયજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
જેમાં શહેરના નામાંકિત સાધુ-સંતો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ શ્રદ્ધાંજલી સભામાં મોટી સંખ્યામાં સર્વ દેશપ્રેમી નગરજનોને હાજર રહી આપણા વીર જવાનોની શહાદતને શ્રદ્ધાંજલી અર્પિત કરી નમન કરવા નમ્ર વિનંતી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY