ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

0
1140

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા ને બાતમી રાહે હકીકત મળેલ કે ખારી નદી રહીમનગર રોડ ઉપર આવેલ નર્સરીમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વાળી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી અથવા રમાડતા હોય જે બાતમી આધારે તરતજ વર્ક આઉટ કરી રેડ કરતા (૧) રમજુ અબ્દ્રેમાન જીએજા, ઉ.વ.૩૯, રહે.મોટાપીર ચોકડી, બીજી પાપડીની બાજુમાં, સંજોગનગર, ભુજ (ર) સદામ રમજાન સીદી, રહે.ખાસરા ગ્રાઉન્ઠની બાજુમાં, પાણીના ટાંકાની નીચે, સંજોગનગર, ભુજ (૩) સમીર હસન આરબ, રહે.સંજોગનગર, મોટાપીર રોડ, જત હોટલની પાછળ, ભુજ (૪) મોજમઅલી મોહમદઅલી શેખ, રહે. હાલે-મોટાપીર ચોકડી, પ્રભાત બેકરીની બાજુમાં, ભુજ, મુળ રહે- ગામ પૌલી, તા.ધાનખાટા, જિ.સંતકબીર નગર, યુ.પી. (પ) સતાર રસીદ મેમણ, રહે.મોટાપીર રોડ, અંબાજી ગરબી ચોકની બાજુમાં, સંજોગનગર, ભુજ (૬) લીયાકત રમજાન સુરંગી, રહે.કંજલી નગર, ખારીનદી રોડ, ભુજવાળાઓને રોકડા રૂા.૬,૧૮૦/- તથા ધાણીપાસા નંગ-ર ના મુદામાલ સાથે પકડાઇ જઇ તમામ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY