પાલઘર લોકસભા પેટાચૂંટણી : આજે યોગી-ઉદ્ધવ ઠાકરે આમને-સામને

0
16

એક બેઠક માટેની ખેંચતાણ ચરમસીમાએ
મુંબઈ,તા.૨૨
પાલઘરમાં લોકસભાની પેટાચૂંટણી માત્ર એક બેઠક પર જ યોજાવાની છે, પરંતુ શિવસેના અને ભાજપ બન્ને પક્ષોએ આને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બને તેટલું જાર લગાવ્યું છે. ભાજપે માત્ર એક બેઠક માટે પ્રચાર કરવા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોલાવ્યા છે. રવિવારે ભોજપુરી અભિનેતા અને ભાજપના નેતા મનોજ તિવારીએ સભા સંબોધી હતી. ૨૩મી મેના રોજ યોગીની જાહેરસભા છે અને તે જ દિવસે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સભા સંબોધવાના છે ત્યારે બન્ને એકબીજાના પક્ષો પર વાર કરવાનું નહીં છોડે તે સ્વાભાવિક છે.
પાલઘરમાં ભાજપના સાંસદ ચિંતામણ વાનગાના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ૨૮મી મેના રોજ ચૂંટણી છે. વાનગાના પુત્ર શ્રીનિવાસ વાનગાને ટિકિટ આપી શિવસેનાએ ભાજપ સામે યુદ્ધ જ છેડ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાત્રે શિવસેનાની ટીકા કરતા તેમણે વિશ્ર્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.ભાજપે સેનાને જાણ કરી જ હતી કે તેઓ વાનગા પરિવારને ટિકિટ આપશે, છતાં સેનાએ શ્રીનિવાસને ટિકિટ આપી ભાજપ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. વાનગાની પત્નીએ ચિંતામણ વાનગાનો ફોટો ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતો હોવાની ફરિયાદ કરી હતી તેના જવાબમાં પણ ફડણવીસે જણાવ્યું હતું કે માત્ર ભાજપને જ તેમના ફોટાનો ઉપયોગ કરવાનો હક છે. તેમણે લોકોને કોઈ પણ જાતના ડર વિના મત આપવા જણાવ્યું હતું અને ભાજપ અને જનતા વચ્ચે જે આવશે તે ચકદાઈ જશે તેમ જણાવ્યું હતું. ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે આ ગલીની નહીં દિલ્હીની ચૂંટણી છે અને તેને લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ લડવામાં આવે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY