ચૂંટણીમાં જે સારું કરશે તેને સારું મળશેઃ નીતિન પટેલ

0
8

ધ્રોલ,તા.૨૬
ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરીને દરેક લોકસભા સીટ પર વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર લોકસભા સીટનું વિજય વિશ્વાસ સંમેલન ધ્રોલ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો ઉપરાંત વિશાળ સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જયારે નીતિન પટેલ ને પૂછવામાં આવ્યું કે હાર્દિક પટેલ કહે છે કે, ભાજપ કાયદાકીય ગૂંચવણ ઉભી કરાવે છે તેવો આક્ષેપ છે જેના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં પણ હજુ સુધી અવઢવમાં છે,અને કહ્યું કે ઉમેદવાર કોણ થઇ શકે કે ના થઇ શકે તે ભાજપ નહિ ચુંટણીપંચ નક્કી કરે છે,
ધ્રોલ ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ સ્પીકર રમણભાઈ વોરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, મંત્રી હકૂભા જાડેજા, પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ શાપરિયા, મૂળુભાઈ બેરા, લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ, રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચનમાં સરકારની સિદ્ધિઓ જણાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા,

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY