સેન્સેક્સમાં ૨૩૦ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૦૮૬૦ના સ્તર પર બંધ

0
3

મુંબઈ,તા.૯
શેરમાર્કેટમાં ઉતારચઢાવ બાદ કારોબારના છેલ્લા બે કલાકમાં શાનદાર રિકવરી જાવા મળી હતી. સેન્સેક્સમાં બુધવારે ૨૦૦ પોઈન્ટની મજબૂતી સાથે બંધ થવામાં કામયાબી મળી છે. નિફટીમાં ૦.૫ ટકાની મજબૂતાઈ સાથે ૧૦૮૫૦ના સ્તરને પાર કરવામાં સફળતા મળી છે.
બેન્ક નિફ્ટીમાં ૨૦૦ પોઈન્ટનો સુધારો જાવા મળ્યો છે. ૨૭૭૦૦ના સ્તરને પાર કરી શક્્યો છે. મિડકેપ ઈન્ડેક્સની વાત કરીએતો નીચલા સ્તર પર સુધારો જાવા મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડે્‌ક્સમાં ૦.૦૪ ટકાના સામાન્ય ઘટાડા સાથે ૧૫૧૨૦ના સ્તર પર બંધ થયો છે. તો બીએસઈના સ્મોલ કેપ ઈન્ડેક્સમાં કડાકા સાથે ૧૪,૬૦૦.૯૭ના સ્તર પર બંધ થયો છે.
ફોસિસની ૧૧ જાન્યુઆરીએ ખુબજ મહત્વપૂર્ણ બેઠક હોવાથી કંપની બાયબેક અને સ્પેશિયલ ડિવીડન્ડ પર વિચાર કરી શકે છે. આનાથી આશા લગાવવામાં આવતા આજે સારી તેજી જાવા મળી હતી. તો રૂપિયામાં આવેલી કમજારીમાં બાકી આઈટી શેરોમાં તેજી રહી છે, વિપ્રો અને ટેક મહિન્દ્રાએ લગભગ ૧ ટકાનો વધારો નોંધ્યો છે. ફર્સ્ટસોર્સ, હેક્સાવેયર, એલએન્ડટી ઈન્ફોટેકમાં સારી તેજી જાવા મળી હતી.
ફક્ત આઈટી જ નહી આજે મીડિયા શેરોમાં પણ તેજી જાવા મળી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરેલી જાહેરાતમાં ૨૫ ટકાનો વધારો જાવા મળે છે. સરકારને બ્યુરો ઓફ આઉટચીચ એન્ડ કોમ્યુકેશન હવે છાપાઓમાં જાહેરાતના માધ્યમથી ૨૫ ટકા વધારાની આવક કરાવશે. આ દર આવતા ૩ વર્ષ સુધી લાગુ કરવામાં આવશે. આના કારણે એચટી મીડિયામાં ૨૦ ટકા પર સર્કિટ લાગી છે તો જાગરણ પ્રકાશન પર લગભગ ૩ ટકા ભાગ છે. આ બાજુ ડીબી કોર્પમાં ૮ ટકાની તેજી નોંધવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY