કોહલી, રોહિત, ધોની અને રૈના જેવા ધુરંધરોને એક જ બોલરે આઉટ કર્યા..!!

0
93

ન્યુ દિલ્હી,તા.૨૮
પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતનો આયરલેન્ડ સામે વિજય થયો છે. જા કે આયરલેન્ડનો એક બાલર પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહ્યો હતો. આયરલેન્ડનાં પીટર ચેઝે એક જ ઓવરમાં વનડેમાં ૩ સદી ફટકારનારા રોહિત શર્મા, બેસ્ટ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની અને રન મશીન વિરાટ કોહલીને તંબૂ ભેગા કર્યા હતા અને એ પણ ૪ બાલમાં. તેણે આ મેચમાં કુલ ૪ વિકેટ ઝડપી હતી જેમાં કોહલી, રોહિત, ધોની અને રૈના જેવા ધુરંધરોનો સમાવેશ થાય છે.
ટી-૨૦માં આવુ પ્રથમવાર થયું છે કે ભારતનાં આ ચારેય બેટ્‌સમેનને કોઇ એક બાલરે એક જ મેચમાં આઉટ કર્યા હોય. આયરલેન્ડ માટે ૨૦મી ઓવર કરવા આવેલા પીટર ચેઝે બીજા બોલે એમ.એસ.ધોનીને થામ્પ્સનનાં હાથે આઉટ કર્યો હતો. તો તેના પછીનો બાલ યાર્કર નાંખીને તેણે હિટમેન રોહિત શર્માનાં સ્ટંમ્પ વિખેરી દીધા હતા. રોહિત પોતાની ત્રીજી ટી-૨૦ સદી ચુકી ગયો હતો.
પીટર હેટ્રિક પર હતો ત્યારે તેની સામે વિરાટ કોહલી હતો. વિરાટ કોહલીએ હેટ્રિક માટે કરવામાં આવેલી બોલને રોકી દીધી હતી, પરંતુ તેની પછીની બાલ પર તેણે વિરાટ કોહલીને ૦ રને થામ્પસનનાં હાથે કેચ આઉટ કર્યો હતો.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY