હું વાદળી જર્સી પહેરીને ભારત માટે વર્લ્ડ કપ રમવા ઇચ્છુ છું: રવિચંદ્રન અશ્વિન

0
364

ન્યુ દિલ્હી,તા.૨૮
યુવા સ્પિનરોનાં શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય વનડે ટીમમાંથી પોતાની જગ્યા ગુમાવનારા અનુભવી આૅફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે તેમનું પુનરાગમન એ વાત પર નિર્ભર કરે છે કે બીજાઓ તેની રમતને કઇ રીતે જુએ છે. અશ્વિને કહ્યુ કે, “હું વાદળી જર્સી પહેરીને ભારત માટે વર્લ્ડ કપ રમવા ઇચ્છુ છું, પરંતુ આ નક્કી કરવું મારા હાથમાં નથી.” અશ્વિનની સાથે સાથે અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની જગ્યા ટીમમાંથી ગુમાવવી પડી છે. વનડે ટીમમાંથી હટાવવામાં આવતા સતત અશ્વિન અને જાડેજાનાં ભવિષ્યને લઇને પ્રશ્નો કરવામાં આવે છે.
અશ્વિને તમિલનાડુ પ્રીમિયર લીગની પોતાની ટીમ ડિંડીગુલ ડ્રેગન્સને જાહેર કરતા દરમિયાન કહ્યુ કે, “આ સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે બીજાઓ (ટીમ પ્રબંધન અને ચયનકર્તાઓ) મારી રમતને કઇ રીતે જુએ છે. આની પર મારુ નિયંત્રણ નથી.” અશ્વિને કહ્યુ કે, “કોઇપણ બીજા ખેલાડીની માફક હું પણ વાદળી જર્સી પહેરવા અને વર્લ્ડ કપમાં ભારત તરફથી રમવા ઇચ્છું છું.”
ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનાં શાનદાર પ્રદર્શનને કારણે અશ્વિન અને જાડેજાની જાડીએ વનડે ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું છે. આયરલેન્ડ સામેની પ્રથમ ટી-૨૦માં પણ કુલદીપ યાદવે ૨૧ રન આપીને ૪ તેમજ યુજવેન્દ્ર ચહલે ૩૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY