ઈન્દોર,તા.૨૯
મધ્યપ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સિનિયર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ મોટા પાયે આ વખતે કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી અલગ રહ્યા હતા. મધ્યપ્રદેશમાં વનવાસ સમાપ્ત કરવા અને જીતની ઇચ્છા રાખનારા કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી વ્યાપકપણે દિગ્વિજય સિંહે અલગ રહેવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી, પરંતુ હવે પોતે તેમણે તેનું કારણ બતાવ્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતા ૭૧ વર્ષીય દિગ્વિજય સિંહે જણાવ્યું કે ‘મેં પોતાને અભિયાનથી બહાર રાખ્યો હતો કારણ કે મને મધ્યપ્રદેશમાં વધુ હસ્તક્ષેપ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી હું બે અભિયાનમાં બહાર રહ્યો હતો. જે પણ મને કહેવામાં આવ્યું એ પ્રમાણે મેં કર્યું છે.
જ્યારે દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે આખરે ૧૫ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર કેમ છે, તો આ પર તેમણે ૬૦ લાખ ફર્ઝી વોટરનો હવાલો આપ્યો. ત્યારબાદ તેમણે જણાવ્યું કે પાંચ વર્ષોમાં એક વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ ‘વાસ્તવિક પડકાર’ આપી શકે નથી. પછી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખરે એવું કેમ? તો તેમણે જણાવ્યું કે લોકો પોતાના ક્ષેત્રમાં વધુ વ્યસ્ત હતા. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વખતે હું તમને ખાતરી આપી શકું છું કે આ વખતે કોંગ્રેસ જે રીતે એકજૂટ હતી, એવું મેં પહેલા ક્્યારેય જાયું નથી. તેમણે આગળ જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ એક સાથે મળીને લડી લડા રહ્યા છીએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







