દિલ્હીની કોર્પોરેશન બેન્કમાં ૨ લાખની લૂંટ, કેશિયરની હત્યા

0
32

ન્યુ દિલ્હી,તા.૧૩
દિલ્હીના નઝફગઢના છાવલા વિસ્તારમાં કોર્પોરેશન બેન્કમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છાવલા વિસ્તારમાં સ્થિત કોર્પોરેશન બેન્કની એક શાખામાં શુક્રવારે લૂંટ કરાઇ હતી. કેટલાક હથિયારીધારી ગુંડાઓ દ્વારા બેન્કના કેશિયરની ગોળી મારી હત્યા કરાઇ છે.
શુક્રવારે કેટલાક અજાણ્યા લોકો બેન્કમાં ઘૂસી ગયા હતા, તેમણે બેન્કના કેશિયરને ગોળી મારી દીધી હતી જેમાં તેનું મોત થયું છે. લૂટારાઓ બેન્કમાંથી ૨ લાખ રૂપિયા ચોરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અમને શુક્રવારે બપોરે ૩.૪૫ ક્લાકે ખૈરા ગામમાં કોર્પોરેશન બેન્કની એક શાખામાં ગોળીબાર થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.
પોલીસે વધુમાં જણાવ્યું કે, કેટલાક લોકો લૂંટના ઇરાદાથી બેન્કમાં ઘૂસ્યા હતા તેમણે કેશિયર સંતોષ કુમાર પર ગોળી ચલાવી હતી. તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આરોપી મોટરસાઇકલ પર ફરાર થઇ ગયા હતા હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY