ન્યુ દિલ્હી,તા.૨૬
દિલ્હીમાં ભૂખ અને કુપોષણથી ત્રણ સગી બહેનોનાં મોત થયાં હોવાનો આ કમકમાટીભરી ઘટનામાં મૃતકના બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં હતાં. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સાત દિવસથી આ ત્રણ બહેનોના પેટમાં અન્નનો દાણો પણ ગયો ન હતો. આ અંગે વધુમાં જાણવા મળ્યુ છે કે મંડાવલીમાં એક રૂમમાંથી આઠ વર્ષીય માનસી, ચાર વર્ષની શિખા અને બે વર્ષની પારુલના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીમાં બનેલી શરમજનક દર્દનાક ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું કે ત્રણેય માસૂમ બાળકીનાં મોત ગત મંગળવારે સવારે મોત નિપજ્યાં હતાં જેનું કારણ કુપોષણ હતું. ડોક્ટરોના કહેવા પ્રમાણે તેમને પૌષ્ટિક ખોરાક તો મળતો જ નહોતો. જેને પગલે તેમનું મોત થયું હતું. આ બાળકીઓ ઘરમાં બેશુદ્ધ હાલતમાં મળી હતી. પડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધી હતી. તેના પિતા એ દિવસથી જ ગાયબ છે જ્યારે મા માનસિક રીતે કમજાર હોવાને કારણે કોઈ સ્પષ્ટ જાણકારી આપી શકી નથી. પોલીસ હવે જાણવા મથી રહી છે કે આ બાળકીઓનું મોત એક જ રાતમાં થયું કે પછી અલગ અલગ સમય પર થયું.
દરમિયાન આ બાળકીઓનું ડોક્ટરોની પેનલ દ્વારા બીજીવાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીઓને કેટલાંય દિવસથી કંઈ જ ખાધું નહોતું. એવામાં ડોકટરોએ તેમનું મોત ભૂખથી થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મેડિકલ બોર્ડે બાળકીના મોત ઝેર કે વાગવાથી કે હત્યા થવાના કારણે થયા હોવાની વાત ફગાવી દીધી હતી. પેનલ દ્વારા બીજીવાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને તેમના વિસેરા પણ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે ત્રણેય બાળકીઓના શબ સોંપી દેવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





