ન્યુ દિલ્હી,તા.૧
ઉત્તર-પૂર્વ દિલ્હીના સ્વરૂપનગરમાં એક નિર્માણાધિન બિલ્ડીંગ ધસી પડતા એક મજૂરની મોત થઇ હતી. બિલ્ડીંગના કાટમાળમાં કેટલાક મજૂરો દટાયા હોવાની આશંકા છે. વિતેલા દિવસોમાં દિલ્હીના ઉત્તર ભાગમાં બિલ્ડીંગ ધસી પડવાની આ ત્રીજી ઘટના છે. બિલ્ડીંગ પડતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થવાના અહેવાલ હતા. હજુ પણ રાહત કાર્ય ચાલુ છે અને ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા.
માહિતી મુજબ આ બિલ્ડીંગ ૨૦ વર્ષ જૂની હતી અને તેનુ સમારકામ ચાલી રહ્યું હતું. આ ઘટનામાં ઘાયલ ૨૪ વર્ષિય સીમાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. દિલ્હી પોલીસે બિલ્ડીંગના માલિક ધર્મેન્દ્ર વિરૂદ્ધ કલમ-૩૦૪ હેઠળ કાર્યવાહી કરી છે. પરંતુ તે ફરાર થતા તેના ભાગીદાર સચિન અને તેના પિતા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પહેલા દિલ્હીના ઉત્તર વિસ્તારમાં ૨૬ સપ્ટેમ્બરે ચાર માળની આ બિલ્ડીંગ ધસી પડી હતી જેમાં નવ લોકો ઘાયલ થયા હતા અને ૪ બાળકો સહિત બે મહિલાના મોત થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



