ન્યુ દિલ્હી,તા.૨૯
દિલ્હીમાં પોલીસમાં ફરજ બજાવતા ૫૩ વર્ષનાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ પ્રેમ બલ્લાહએ દિલ્હી પોલીસ હેડક્વાટ્ર્સ ની બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ બલ્લાહનો મૃતદેહ પોલીસ હેડક્વાર્ટનાં વરંડામાંથી મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમં એવુ ખુલ્યુ છે કે, એસીપીએ આત્મહત્યા જ કરી છે. એસીપી પ્રેમ બલ્લાહને ૨૦૧૬નાં વર્ષમાં તેમની સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એસીપીનાં આપઘાતથી સમગ્ર દિલ્હી પોલીસમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ છે અને તેમના પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. જા કે, આ કેસમાં સત્ય શું છે તે પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં મહારાષ્ટ્ર પોલીસ ઓફિસર હિમાંશુ રોયે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્ર પોલીસમાં ખુબ મહત્વનાં ગણાતા કેસોમાં તેઓ તપાસ અધિકારી તરીકે રહ્યા હતા. તેમણે કેન્સર હતું અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા.
આ મે મહિનામાં જ, ઉત્તર પ્રદેશમાં એક સિનિયર પોલીસ ઓફિસરે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેઓ આંતકવાદ વિરોધ દળમાં ફરજ બજાવતા હતા. તેમનુ નામ રાજેશ સહાની હતું. તેઓ ૧૯૯૨ બેચનાં ઉત્તર પ્રદેશ પ્રોવિન્સિયલ પોલીસ સર્વિસ ઓફિસર હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






