શિર્ડી,તા.૨૯
મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી મળતાં સમગ્ર વહીવટીતંત્ર સાબદું થઈ ગયું છે. એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી આપતો એક નનામો પત્ર મળ્યા બાદ સુરક્ષા અધિકારીઓએ ત્વરિત પગલાં લઈને એરપોર્ટ ખાતે તેમજ આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.
મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ કાકાનીએ કહ્યું કે અમને બે દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો જેમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે એરપોર્ટની ઈમારતમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ અમે તરત જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકિયોરિટી ફોર્સ તથા અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી હતી.
સાથોસાથ, સુરક્ષા એજન્સીઓએ સમગ્ર એરપોર્ટ પર ઝીણવટભરી ચકાસણી પણ કરી હતી, પણ કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી તેથી એ ધમકી પોકળ હોવાનું જણાયું છે. તે છતાં એરપોર્ટ વહીવટીતંત્ર આ બાબતમાં જરાય ઢીલું છોડવા માગતી નથી. ધમકી ભલે ખોટી હતી, પરંતુ અમે એને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે અને અમારી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે તથા શિર્ડી એરપોર્ટ તેમજ આસપાસના પરિસરમાં સુરક્ષા બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દીધો છે. સ્થાનિક પોલીસે ધમકીભર્યા પત્રના સંદર્ભમાં અજાણી વ્યકિત સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





