દીપિકા-રણવીર લગ્ન ઈટલીમાં નહીં મુંબઈમાં કરશે….!!

0
26

મુંબઈ,તા.૨૪
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી દીધી છે. આવતા મહિને ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ એમના લગ્નની રસ્મો નિભાવવામાં આવશે. એવી માહિતી હતી કે બંને ઇટલીના લેક કોમોમાં લગ્ન કરશે. પરંતુ તાજા રિપોર્ટ અનુસાર, રણવીલ અને દીપિકા ઇટલીમાં નહીં મુંબઇમાં લગ્ન કરશે.
રિપોર્ટસ પ્રમાણે લગ્નના વેન્યૂને ચેન્જ કરવા પાછળનું કારણ પરિવારના કેટલાક સભ્યોને થઇ રહેલી મુશેક્લ છે. પરિવારના ઘણા સભ્યોને ઇટલીની યાત્રા કરવી મુશ્કેલી પડી રહી હતી.
હવે સંગીત, મેહંદી, લગ્ન અને રિસ્પેશન મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ વકોલામાં થશે. સાથે જ એવી માહિતી છે કે બંનેને લગ્નની તૈયારી માટે સોનમ કપૂર અને આનંદ અહૂજાના લગ્નનો વેડિંગ પ્લાનર હાયર કર્યો છે.
જણાવી દઇએ કે બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નનું કાર્ડ જારી કરીને ખુશખબરી શેર કરી હતી. બંનેના લગ્નનું કાર્ડ સામે આવતા જ વાયરલ થઇ ગયું. બંનેએ ટિવટર પર હિંદી અને ઇંગ્લિશમાં કાર્ડ જારી કર્યા.
દીપિકા અને રણવીરે સ્પેશિયલ કાર્ડ શેર કરતાં લખ્યું કે અમને જણાવતા ખૂબ ખુશી થાય છે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન ૧૪ ૧૫ નવેમ્બરે નક્કી થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY