મુંબઈ,તા.૧૬
દીપિકા પાગુકોણ અને રણવીર સિંહ જન્મોજન્મના બંધનમાં બંધાઇ ચુક્્યા છે. બંનેએ ઇટલીમાં ડેસ્ટનેશન વેડિંગ કર્યા. આ લગ્ન કોંકણી અને સિંધી રીતિ-રિવાજા પ્રમાણે થયા. ૨ દિવસ સુધી ચાલેલા આ ગ્રાન્ડ વેડિંગ પર કરોડો ફેન્સની નજર હતી. લગ્ન સંપન્ન થતાં જ આ કપલે પોતાના આ ખાસ દિવસની તસવીરો શેર કરી હતી. ફોટોમાં દીપવીરની એન્ગેજમેન્ટ રિંગ પણ નજરે પડી રહી છે. દિપિકાની રિંગની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.
દીપિકાની ડાયમંડ રિંગ સ્ક્વેર શેપમાં છે. સામાન્ય રીતે રાઇન્ડ શેપની ડાયમંડ રિંગ જાવા મળે છે. એક અહેવાલ અનુસાર આ સિંગલ સોલિટેયર સ્ક્વેર ડાયમંડ રિંગની કિંમત ૧.૩ થી ૨.૭ કરોડ રૂપિયા છે.
એન્ગેજમેન્ટ રિંગ ઉપરાંત દીપિકાએ બીજી આંગળીઓમાં પણ રિંગ્સ પહેરી છે. એક્ટ્રેસનું બ્રાઇડલ જ્વેલરી કલેક્શન ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. ફેન્સને દીપિકાનો ગેટઅપ પસંદ આવી રહ્યો છે.
તેવામાં અન્ય એક તસવીરમાં રણવીરની એન્ગેજમેન્ટ રિંગ પણ નજરે પડી રહી છે. જા કે આ રિંગની કિંમત હજુ સામે નથી આવી. લગ્નના દિવસે રણવીરની ખુશીનો અંદાજ આ તસવીર પરથી લગાવી શકાય છે. આ તસવીર સાથે જ દીપિકાએ ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી. પોતાના લુકને ટ્રેડિશનલ ટચ આપવા માચે દિપિકાએ હેવી ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. હાથમાં પૂજાનો થાળ લઇને દીપિકા રણવીરને જાઇને હસતી નજરે પડી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




