ઇમરાનની ‘ચીટ ઇન્ડિયા’નું ટ્રેલર લોન્ચ થયું

0
51

મુંબઈ,તા.૧૬
તુમ્હારી સુલુ, નીરજા અને રેઇડ જેવી ફિલ્મોના મેકર્સ તેમની નેક્સ્ટ ફિલ્મ લઇને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ચીટ ઇન્ડિયા’ છે. ટ્રુ ઇવેન્ટ્‌સથી ઇન્સપાયર્ડ આ ફિલ્મમાં દેશની એજ્યુકેશન સિસ્ટમમાં થઇ રહેલી માલપ્રેકટિશ વિશે વાત કરવામાં આવશે. શુક્રવારે આ ફિલ્મનું વીડિયો ટિઝર બહાર પડ્યું. આ અઠવાડીયાની શરૂઆતમાં ફિલ્મના લીડ એક્ટર ઇમરાન હાશમીએ જે કેરેક્ટર પ્લે કર્યું છે તેના વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. આનું કારણ હતું કે ફિલ્મના પોસ્ટરમાં તેના ચહેરા પર એક તરફ એક્ઝામ એડમિશન કાર્ડ અને બીજી તરફ કરન્સી નોટ્‌સ ચોંટાડેલી દર્શાવાઇ હતી.
ઇમરાને આ પહેલાના ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ તેના માટે ફર્સ્ટ ઓફ ઇટ્‌સ કાઇન્ડ છે. ફિલ્મ સ્ટુડન્ટ્‌સ અને પેરેન્ટ્‌સ માટે પણ એટલી જ મહત્વની બની રહેશે. ફિલ્મની કોન્ટ્રોવર્સિયલ ટેગ લાઇન ‘નકલ મેં હી અકલ હે’ દેશની એજ્યુકેશન સિસ્ટમની અત્યારની હાલત બરાબર રીતે દર્શાવે છે. આ ફિલ્મથી શ્રેયા ધન્વન્તરી પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. તો સાથે ૪૦થી વધારે થિએટર એક્ટર્સ પણ આ ફિલ્મનો ભાગ બનશે. તેમને એક્સટેન્સિવ ઓડિશન્સ લીધા પછી સિલેક્ટ કરવામાં આવ્યા છે. ચીટ ઇન્ડિયાને ભૂષણ કુમારની ટી સિરિઝ પ્રોડ્યૂસ કરી રહી છે. તનુજ ગર્ગ અને અતુલ કસબેકરના એલિપ્સ એન્ટરટેઇનમેન્ટ અને ઇમરાન હાશ્મી ફિલ્મ્સની આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રિલિઝ થવા જઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY