દીપિકા કુમારીએ આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો

0
58

ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતીય આર્ચર દીપિકા કુમારીએ પોતાના કંગાળ ફોર્મમાંથી કમબેક કરીને યુએસમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપ (ત્રીજા ફેઝ)માં મહિલા રિકર્વમાં સુવર્ણ ચંદ્રક મેળવી લીધો છે. દીપીકાએ ફાઈનલમાં જર્મનીની મિશેલી ક્રોપેનને ૭-૩થી મ્હાત આપી હતી અને છ વર્ષ બાદ આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ કપ ફાઈનલમાં ચાર વખત સિલ્વર મેડલ (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫) જીત સાથે દીપિકા કુમારીએ તુર્કીના સૈમસનમાં યોજાનાર આર્ચરી વર્લ્ડ કપ ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ કરી લીધું છે.
સીઝનની અંતિમ સ્પર્ધામાં તે ૭મી વખત દેશનું પ્રતિનિધિત્વ કરશે. દીપિકાએ અગાઉ અંતાલ્યામાં ૨૦૧૨માં આ ટાઈટલ મેળવ્યું હતું. ૩૦ પોઈન્ટમાંથી ૨૯ અંક મેળવીને શરૂઆત કરનાર દીપિકાએ ૨-૦ની લીડ મેળવી લીધી હતી. ક્રોપેને ત્રીજા સેટ જીતીને ૩-૩થી બરોબરી કરી હતી.
દરમિયાન ચોથો અને પાંચમો સેટ દીપિકાએ જીત્યો હતો. દીપિકાએ ૭-૩થી જર્મનીની ક્રોપેનને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ‘હાર જીતને ભૂલીને હું ફક્ત રમતનો આનંદ ઉઠાવવા મારા મનને સમજાવી રહી હતી. સતત હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની વાત દોહરાવી રહી હતી.’ ચીનની તાન યા તિંગે મહિલા રિકર્વમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જા કે રિકર્વ મિક્સ ડબલ્સમાં દીપિકાને નિરાશા સાંપડી હતી અને અતનુ દાસ સાથે તેની જાડી બ્રોન્ઝ માટેની મેચમાં ચીન તાઈપેઈના તાંગ ચીહ ચુન અને તાન યા તિંગ સામે ૪-૫થી હારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY