ડીસા,તા.૬
ડીસાના સરસ્વતી પાર્કમાં સોમવારે સાંજે એક ગાયે આતંક મચાવ્યો હતો હડકાઇ ગાયે પાંચથી વધુ લોકોને અડફેટે લેતાં ચકચાર મચી જવા પામી હતી સોસાયટીના રહીશો એ પાંજરાપોળમાં જાણ કરતાં ગાયને પકડી લેવામાં આવી હતી. ડીસામાં છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ સરસ્વતી પાર્કમાં એક ગાય હડકાઈ થઇ હતી. ગાયએ પાંચથી વધુ લોકોને અડફેટે લીધા હતા પરિણામે સોસાયટીમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો.
સરસ્વતી પાર્કના રહીશો ગાયને રોકવા લાકડી લઈને બહાર આવી ગયા હતા બાદમાં આ બાબતની જાણ પાંજરાપોળમાં કરવામાં આવતા પાંજરાપોળ સંચાલકોએ ગાડી મોકલી હતી અને ગાયને ભારે જહેમત બાદ ઝડપી લેવાઈ હતી બનાવના પગલે સોસાયટીમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જા કે ડીસા શહેરમાં પાલિકા દ્વારા રખડતાં ઢોર મુદ્દે કોઇ નક્કર પગલાં ભરવામાં ન આવતાં હોવાને લઇને શહેરમાં રખડતા ઢોરોનો આંતક વધી ગયો છે અને અનેક અકસ્માતો પણ ઢોરોના કારણે સર્જાઇ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




