દેશભરમાં રન ફોર યુનિટી મેરેથોન દોડનું આયોજન કરાયું હતુ સરદાર પટેલ જયંતીઃ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ-ગૃહપ્રધાન રાજનાથસિંહે શ્રદ્ધાંજલિ અર્પી

0
12

ન્યુ દિલ્હી,તા.૩૧
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને અન્ય મહાનુભાવોએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પટેલચોક પર આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને અન્ય લોકોએ દેશના પ્રથમ ગૃહપ્રધાનને તેમની ૧૪૩મી જયંતી પર યાદ કરીને અંજલી પાઠવી હતી.
સરદાર પટેલની જયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ પ્રસંગે શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરી, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતીના અવસરે આજે દેશભરમાં ‘રન ફોર યુનિટી’ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. રન ફોર યુનિટીમાં રાજધાની દિલ્હી સાથે એનસીઆરના ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ, સોનીપત, ગુરુગ્રામ, બલ્લભગઢ, રેવાડી વગેરે શહેરોના લોકો પણ દોડ્યા હતા.
દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. દિલ્હીમાં યોજાયેલી રન ફોર યુનિટીમાં પાંચ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનેલી મેરી કોમ અને જિમ્નાસ્ટ દીપા કર્માકર ઉપરાંત સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ના ખેલાડીઓ, નેશનલ સર્વિસ સ્કીમ, નેશનલ યુવા કેન્દ્રના ર૦૦૦થી વધુ પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY