જામનગરની હોસ્ટેલમાંથી નાશી છૂટેલા વિદ્યાર્થી તરૂણને પરિવારજનો સાથે મિલન

0
147

ઓપરેશન મુસ્કાન અંતર્ગત ખભાળિયા પોલીસની સુંદર કામગીરી
જામનગર ખાતે અભ્યાસ કરતો અને ભાણવડ તાલુકાનો રહેવાસી એવો ચૌદ વર્ષિય તરૂણ છાત્રાલયમાંથી નાશી જઈને ખંભાળિયા પહોંચી જતાં અહીંના પોલીસ સ્ટાફે આ તરૂણ સાથે સમજાવટપૂર્વકનું વલણ દાખવી, તેના પરિવારજનો સાથે મિલન કરાવી ઓપરેશન મુસ્કાન સંપન્ન કર્યું હતું. ખભાળિયા પોલીસ મથકના પી.આઈ. પી.બી. ગઢવી તથા સ્ટાફ આજરોજ મંગળવારે પેટ્રોલીંગમાં હતા, ત્યારે અહિંના મિલન ચાર રસ્તા પાસે એક તરૂણ એકલો અને ચિંતાગ્રસ્ત હાલતમાં રડતા રડતા મળી આવ્યો હતો. આથી પોલીસ ઈન્સ પી.બી. ગઢવી તથા હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ જાડેજાએ આ તરૂણને સાથે લઈ જઈ, પ્રેમ પૂર્વક ચોકલેટ- બિસ્કિટ વિગેરે આપી, વિશ્વાસમાં લીધો હતો. પોલીસ સ્ટાફે સૌમ્યતાપૂર્વકની પૂછપરછમાં આ તરૂણ ભાણવડ તાલુકાના સણખણા ગામે રહેતો રાહુલ બુધાભાઈ બાંલવા (ઉ.વ. ૧૪) હોવાનું અને તે જામનગર જિલ્લાના મતવા માટલી ગામે રહીને ગામની કુમાર છાત્રાલયમાં રહી, આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.આજે રાહુલને કોઈ કારણોસર ઠપકો મળતાં તે છાત્રાલયેથી કોઈને કંઈ કહ્યા વગર જામનગરથી બસમાં બેસી ગયો હતો અને સાંજે ખંભાળિયા પહોંચી ગયા બાદ તે વ્યથિત હાલતમાં રાત્રે પોલીસને મળી આવ્યો હતો.આથી પોલીસે રાહુલ પાસેથી તેના સગા- સંબંધીઓ અંગેની વિગત જાણીને આ તરૂણના ખંભાળિયામાં ચોખંડા રોડ ખાતે રહેતા મામા ઉકાભાઈ તથા રામભાઈ વિરમભાઈ રાઠોડને કબ્જે સોંપતાં બાળક અને પરિવારજનોની આંખમાં હર્ષાશ્રુ જોવા મળ્યા હતા. ખંભાળિયા પોલીસના ઓપરેશન મુસ્કાન તરૂણના પરિવારજનોએ આવકાર સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY