મારૂતિ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

0
40

વડોદરા,
તા.૫/૪/૨૦૧૮

ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે મારૂતિ વાનમાં સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા એક ફ્લેટમાં પાર્ક કરેલા ટુ વ્હીલર્સમાં લાગેલી આગમાં ૪ વ્હીલર બળીને ખાખ થઇ ગયા હતા. ફાયરબ્રિગેડે બંને ઘટનાઓમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે આજે સવારે વડોદરાના ડભોઇ રોડ સોમા તળાવ પાસે એક મારૂતિ વાનમાં આગ ફાટી નીકળી હતી. નરેન્દ્રભાઇ પ્રજાપતિની માલિકીની આ કાર હતી. કારચાલકે ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો પહોંચી ગયા હતા. અને કારમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી. કારમાં એકાએક આગ ફાટી નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આ બનાવને પગલે એક તબક્કે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

વડોદરા શહેરના વાસણા રોડ અપેક્ષા ચાર રસ્તા પાસે અભિષેક ફ્લેટ આવેલા છે. અભિષેક ફ્લેટના સી-૨ ટાવર નીચે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. મોડી રાત્રે પાર્કીંગમાં લાગેલી આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી. જાકે, આગ કાબુમાં આવે તે પહેલાં મોટર સાઇકલો, એક્ટીવા સહિત ૪ ટુવ્હલરો બળીને ખાક થઇ ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY