ચેન્નાઈ,તા.૨૭
ડીએમકે અધ્યક્ષ કરૂણાનીધિને યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સારવાર ડાક્ટરોની દેખરેખમાં ચાલી રહી છે. આ ઘટના વચ્ચે તેમના પુત્ર સ્ટાલિન અને અઝાગિરી આખી રાત તેમની સાથે રહ્યા હતા, જ્યારે તેમના ગોપાલપુરમ નિવાસની બહાર લોકોની ભારે ભીડ જમા થઈ હતી. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલે જણાવ્યું કે, ૯૪ વર્ષીય કરૂણાનીઝિને યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યૂટીઆઈ) છે. તેમને તેમના ગોપાલપુરામ સ્થિત ઘર પર જ સારવાર ચાલી રહી છે.
કાવેરી હોÂસ્પટલના કાર્યકારી નિદેશક અરવિંદન સેવલરાજે કહ્યું કે, વધતી ઉંમરના કારણે અન્ય સમસ્યાઓના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું છે. યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે તેમને તાવ પણ આવી ગયો છે. તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પીએમ મોદીએ એમ કે સ્ટાલિન અને કનિમોજી સાથે વાત કરી કરૂણાનીધિના ખબર અંતર પૂછ્યા હતા. પીએમે તેમને જલ્દી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી છે.
કરૂણાનીધિના ખબર અંતર જાણવા માટે તેમના ઘર પર સમર્થકો સિવાય રાજ્યના દિગ્ગજ નેતાઓના ટોળે ટોળા ઉમટ્યા હતા. તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ ઘણા મંત્રી અને છૈંછડ્ઢસ્દ્ભના વરિષ્ઠ નેતાઓની સાથે કરૂણાનીધિના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.
કરૂણાનીધિ સાથે મુલાકાત કરી આવેલા રાજ્ય સરકારમાં મંત્રી ડી. જયાકુમારે કહ્યું કે, તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, તે જલ્દીથી ઠીક થઈ જશે. પોતાના લાંબી રાજનૈતિક ઈનિંગમાં કરૂણાનિધિ પાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




