ન્યુ દિલ્હી,તા.૨૫
આ વ્યવસાયી અઠવાડિયાના ચોથા દિવસે રૂપિયો નબળો પડ્યો છે. આજે રૂપિયો ડોલરની સરખામણીમાં ૧૯ પૈસા ઘટ્યો છે. એક ડોલરની સરખામણીમાં રૂપિયો ૧૯ પૈસા ઘટીને ૭૩.૩૪ની સપાટીએ આવ્યો છે.
ગઇકાલ બુધવારે કાચા તેલની ઘટતી કિંમતોએ રૂપિયાને સહારો આપ્યો હતો. તેના કારણે રૂપિયા ૪૧ વધીને બંધ થયો હતો. આ વધારા સાથે રૂપિયા એક ડોલરે રૂપિયા ૭૩.૧૫ના સ્તર પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારમાં ચાલી રહેલ ઉથલ-પાથલની અસર રૂપિયા પર પણ જાવા મળી રહી છે. ગુરુવારે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જરૂર થયો છે. પરંતુ વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારોમાંથી પોતાના રોકાણને દૂર કરી રહ્યાં છે.
આવામાં રૂપિયાને સંભાળવા માટે હાલમાં તો કાચા તેલની કીમતો મોટી ભૂમિકા ભજવી રહી છે. રોકાણકારોનું ભારતીય બજારમાંથી નીકળી જવા પર સતત રૂપિયામાં ઘટાડો થાયો છે. બીજી તરફ, ડોલર સતત મજબૂત થયા કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



