શાર્ક ફીન એક્ષપોર્ટ કૌભાંડઃ ૧૦૦ ડોલરમાં એક સુપના બાઉલનું વેચાણ

0
75

ગાંધીનગર,તા.૬
મુંબઈ ડી.આર.આઈ.એ ભારત સરકારે જેના શિકાર અને માછીમારી તથા નિકાસ પર પ્રતિબંધિત મુકેલ છે તે શાર્ક ફીન એક્ષપોર્ટનું જબરદસ્ત કૌભાંડ મહારાષ્ટ્રના શીવરી અનેસૌરાષ્ટ્રના વેરાવળમાંથી ઝડપી લીધું છે અને રૂ.૪૫ કરોડની કિંમતનો ૮ હજાર કિલોનો જથ્થો ઝડપી લઈ ચાર શખ્સોની ધરપકડ કરી છે.આ ઉપરાંત હોંગકોંગ રવાના કરેલ એક કન્ટેનરને ફરી ભારત પરત બોલાવવામાં આવી રÌšં છે અને તેમાં પણ પ્રતિબંધિત શાર્ક ફીનનો જથ્થો હોવાનું ડી.આર.આઈ.ના અધિકારીઓ માની રહ્યા છે.
હોંગકોંગ અને સિંગાપોરમાં શાર્ક ફીનની ધુમ ડીમાન્ડ રહે છે અને ત્યાં ગર્ભશ્રીમંત લોકો તેનું સુપ પીવે છે અને અંદાજે ૯૦ થી ૧૦૦ ડોલરમાં એક સુપનું બાઉલ વેચાણ થઈરહ્યુ છે.આથી કેટલાક દાણચોરો દ્વારા તગડી કમાણી જાતા છેલ્લા કેટલાક સમયથી શાર્ક ફીન એક્ષપોર્ટનું રેકેટ શરૂ કરવામાં આવ્યું હતું.દાણચોરો દ્વારા ગુજરાત અનેમહારાષ્ટ્રના દરિયામાં શાર્ક ફીનનો દરિયામાં જ શિકાર થતો હતો. એક્ષપોર્ટની પ્રોસેસ કરવા માટે મોકલી આપતા હતા અને વેરાવળ ઉપરાંત શીવરીમાં એક્ષપોર્ટ પ્રોસેસ થયા બાદ તેને હોંગકોંગ તથા સિંગાપોર શીપમેન્ટ રવાના કરવામાં આવતા હતા.
આ બાબતની જાણ મુંબઈ ડી.આર.આઈ.ના અધિકારીઓને થતા વોંચ રાખવામાં આવી રહી હતી અને સૌપ્રથમ શીવરી અને બાદમાં વેરાવળમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂ.૪૫ કરોડની કિંમતની શાર્ક ફીનનો જપ્ત કરવામાં આવ્યો હતો. ગ્લોબલ ઈમ્પેક્ષ ટ્રેડીંગ કંપનીના નામે શીપીંગ બીલ બનાવવામાં આવતા હતા અને તેના નામે જ એક્ષપોર્ટ કરવામાં આવતું હતું.હાલ સૌરાષ્ટ્રના સમુદ્રીકાંઠા પર ડી.આર.આઈ.દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY