ન્યુ દિલ્હી,તા.૬
મોદી સરકારે ભારતના શહીદોના પરિવારના લોકો માટે જારદાર પહેલ કરી છે. કેન્દ્ર સરકારે ભારતના વીર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ મંચના માધ્યમથી સામાન્ય નાગરિક શહીદોના પરિવાર આર્થિક સહાયતા પ્રદાન કરી શકે છે. ખાસ વાત એ છે કે ટ્રસ્ટમાં આપવામાં આવેલી રકમ પર ટેક્સ આપવો પડશે નહીં. ‘ભારત કે વીર’ ટ્રસ્ટ બનાવવા માટેની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ટિ્વટર કરીને આપી છે. એમને લખ્યું છે કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ભારત કે વીર’ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે, કારણ કે તમામ નાગરિકોને યોગદાન આપવા અને શહીદ સશસ્ત્રબળ કર્માઓના પરિવારોને સહાયતા આપવા માટે એક પ્લેટફોર્મ મળી શકે.
ટ્રસ્ટને સાત ટ્રસ્ટીઓ સાથે બનાવવામાં આવ્યું છે. એની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહસચિવ કરશે.’ એમને એવી પણ જાણકારી આપી છે કે અભિનેતા અક્ષય કુમાર અને પૂર્વ રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદને ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
ગત વર્ષે ગૃહ મંત્રાલયે અભિનેતા અક્ષય કુમારના સૂચન પર ભારતના વીર વેબસાઇટ અને એપ તૈયાર કરી છે. હવે આ સેવાને ટ્રસ્ટનું રૂપ આપવામાં આવ્યું છે. અક્ષયે સરકારને સલાહ આપી હતી કે સીમ અથવા આંતરિક સુરક્ષામાં તૈનાતી દરમિયાન શહીદ થયેલા સશસ્ત્ર બળના જવાનોની ઓનલાઇન યાદી સાર્વજનિક થવી જાઇએ. કારણ કે કોઇ પણ વ્યક્તિ શહીદ જવાનના પરિવારને મદદ પૂરી પાડી શકે. કોઇ પણ શહીદના પરિવારના બેંક ખાતામાં સહાયતા રકમ જમા કરાવવાની વધારેમાં વધારે સીમા ૧૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ સીમા પૂરી થતા જ શહીદના પરિવારની જાણકારી વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




