સતત નવમા દિવસે પેટ્રોલમાં ૨૫ અને ડિઝલમાં ૭ પૈસાનો ઘટાડો

0
5

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આવી રહેલા ઘટાડાને કારણે સમાન્ય માણસોને રાહત મળી રહી છે. શુક્રવારે સતત ૯માં દિવસે પેટ્રોલની કિમતોએ લોકોને રાહત આપી હતી. શુક્રવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ ૨૫ પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. જેથી અહિં પેટ્રોલ ના ભાવમાં ૮૦.૮૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. સાથે જ ડીઝલમાં પણ ૭ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી અહિં ડીઝલના ભાવ ૭૪.૭૩ રૂપિયા પ્રતિ લીટર થયા હતા.
જ્યારે મુંબઇમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો ઘટાડો આવાતા મુંબઇમાં પેટ્રોલના ભાવ ૮૬.૩૩ રૂપિયા પ્રતિ લીટર થયા હતા. આ સાથે જ ડીઝલના ભાવમાં પણ ૮ પૈસાનો ઘટાડો જાવા મળ્યો હતો, જેથી શુક્રવારે આહિં ડીઝલના ભાવ ૭૮.૩૩ રૂપિયા પ્રતી લીટર થયા હતા.
મહત્વનું છે, કે ગુરુવારે દિલ્હીમાં પેટ્રો ૧૫ પૈસાન પ્રતિ લીટર સસ્તુ થયું હતું, જ્યારે ડીઝલના ભાવોમાં પણ ૫ પૈસાનો ઘટાડો જાવા મળ્યો હતો. દેશની રાજધાનીમાં ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ક્રમશઃ ૮૧.૧૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૪.૮૦ રૂપિયા પ્રતી લીટર થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY