ભુજ તાલુકાના માધાપર હાઇવે ઉપર ઇંડીયન ગેસની બાજુમા આવેલ ધરમ કોમ્પલેક્ષ પાછળ બાવડોની ઝાડીમાંથી ગંજી પના વડે તીન પતીનો રૂપીયાની હાર જીતનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.
ભુજ કચ્છ :ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માધાપર હાઇવે ઉપર ઇંડીયન ગેસની બાજુમાં આવેલ ધરમ કોમ્પલેક્ષ પાછળ બાવડોની ઝાડીમાં અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા (૧) બીજલભાઇ પરસોતમભાઇ વાસ્ફોડા ઉ.વ.૨૮, (ર) પ્રહલાદ નવઘણભાઇ વાસ્ફોડા ઉ.વ.૩૨, (૩) સુખાભાઇ ગોપાલભાઇ વાસ્ફોડા ઉ.વ.૩૮, રહે.બધા માધાપર હાઇવે ઇંડીયન ગેસની બાજુમા આવેલ ધરમ કોમ્પલેક્ષ પાછળ વાળાઓને રોકડા રૂા.૧૦,૫૦૦/- તથા ગંજી પાના કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૧૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડી.વી. પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





