સવારે પ્રથમ ચાર કલાકમાં વધુ મતદાન નોંધાવાની શક્યતા

0
5

બપોરે મતદાન મંદ પડી જવાની સંભાવના
સુરત, તા.૨૧
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે આવતીકાલ તા.૨૩ એપ્રિલના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહ્ના છે. જા કે હવામાન વિભાગે મંગળવારે મતદારોને ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરતા નેતાઓની ગરમી વધી ગઇ છે. તેમને શંકા છે કે મતદાન ઓછું થશે જો કે ગરમીથી બચવા પાર્ટી નેતાઓએ વ્યુહ રચના બનાવી છે કે મતદારો સવારે વધુ મતદાન કરે. ગરમીના કારણે સવારના પ્રથમ ત્રણ ચાર કલાકમાં તેમજ મોડી બપોરે ભારે મતદાન થવાની શક્યતા જણાઈ રહી છે. સાથે સાથે બપોરના સમયે મતદાન મંદ પડી જવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. મતદાનને લઇને ગુજરાતભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ મજબૂત બનાવવામાં આવી છે. મતદાન માટે ઇવીએમ મશીનો જે તે મતદાન કેન્દ્રો પર પહોંચાડવામાં આવી રહ્નાં છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો તૈયાર કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY