મુંબઈ,તા.૨૪
દાયકા અગાઉ રજૂ થયેલી અને હિટ નીવડેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલનું પ્લાનિંગ ચાલુ હોવાની અને સિક્વલના ડાયરેક્ટર બદલાયા હોવાની માહિતી મળી હતી.
મૂળ ફિલ્મનું ડાયરેક્શન તરુણ મનસુખાનીએ કર્યું હતું. ફિલ્મ હિટ કહેવાય, સુપરહિટ ન કહેવાય. સિક્વલનું ડાયરેક્શન ધર્માના સર્વેસર્વા કરણ જાહર પોતે કરવાના છે. અગાઉ કરણે ૨૦૧૨માં સ્ટુડન્ટ આૅફ ધી યરનું ડાયરેક્શન કર્યુ હતું અને બોલિવૂડને ત્રણ નવા કલાકારો ભેટ આપ્યા હતા. એમાંના બે વરુણ ધવન અને આલિયા ભટ્ટની ગણતરી અત્યારે ટોચના કલાકારોમાં થાય છે.
તરુણે સિક્વલ માટે કેટલાક નવા ડ્રાફ્ટ્સ બનાવ્યા હતા. પરંતુ કરણને એ ડ્રાફ્ટ્સ જામ્યા નહોતા એવી માહિતી પણ કરણની નિકટનાં સૂત્રોએ આપી હતી.
આ સિક્વલ માટે રાજકુમાર હીરાણી સાથે સંજુમાં અને અદ્વૈત ચંદન સાથે સિક્રેટ સુપરસ્ટારમાં સહાયક ડાયરેક્ટર તરીકે કામ કરનારા કોલીન ડિસોઝાને કરણે થોડી જવાબદારી સાંપી છે.
દોસ્તાનાના ઓરિજિનલ બે કલાકારો અભિષેક બચ્ચન અને જ્હાન અબ્રાહમ મોટે ભાગે સિક્વલમાં રિપિટ થશે. મૂળમાં પ્રિયંકા ચોપરા હતી. હવે હીરોઇન બદલાય એવી શક્યતા હોવાનું કહેવાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




