ફ્લિપકાર્ટના સંસ્થાપકો સચિન-બિન્ની બંસવને આઈટીની નોટિસ

0
8

વૉલમાર્ટ ઈન્ટરનેશનલને વેચ્યા બાદ થયેલી આવકને જાહેર કરવા કહ્યું
ન્યુ દિલ્હી,તા.૨૨
આવકવેરા વિભાગે ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સંસ્થાપકો સચિન અને બિન્ની બંસવને નોટિસ પાઠવી છે. બંનેએ પોતાની કંપની વોલમાર્ટ ઈન્ટરનેશનલને વેચ્યા બાદ થયેલી આવકને જાહેર કરવાનું કહ્યું હતુ. આ સિવાય GSTની ચુકવણીની જાણકારી આપવાનું કહ્યું હતુ. નોટિસ ભારતની સૌથી મોટી ઇ-રિટેલ કંપનીના પ્રમોટર્સની સાથે કંપનીના ૩૫ બીજા શેરધારકોને પણ પાઠવવામાં આવી છે.
બિન્ની અને સચિને ફ્લિપકાર્ટમાં ૫ ટકા શેર ખરીદેલા છે. ૯ મેએ ફ્લિપકાર્ટ સિંગાપુર વોલમાર્ટ ઈન્ટરનેશનલ હોલ્ડીંગની વચ્ચે સાઈન થયેલા શેર પરચેજ એગ્રીમેન્ટ અનુસાર વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા શેરોમાં ૧૬ બિલિયન ડાલરમાં ખરીદ્યા છે. આ પહેલા વોલમાર્ટને પાઠવવામાં આવેલ નોટિસમાં આવકવેરા વિભાગે ફ્લિપકાર્ટને ૪૬ શેરધારકો અંગે તેમજ આ ડીલબાદ તેમને થયેલ ફાયદા અંગે જાણકારી માંગી હતી.
સૂત્રો અનુસાર બસંલને કહેવામાં આવ્યુ છે કે તે જણાવે કે કંપની વોલમાર્ટને વેચવાથી કેટલી રાશિ મળી છે. GST અને કેવી રીતે ટેક્સ ચુકવણી કરશે તે તમામ વાતનો જવાબ રજૂ કરવાનો રહેશે. આવક વેરા વિભાગે પાઠવેલ નોટિસ સંદર્ભે બિન્નીનું કહેવુ છે કે શેરના વેચાણ અને એડવાન્સ ટેક્સનું પેમેન્ટને લઈને પુછપરછ હાથ ધરાઈ છે. આ કેટલાક મહીના પહેલાની જ વાત છે. અમે તેનો જવાબ આપી ચુક્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY