મુંબઈમાં ડીઆરઆઈનો સપાટો : ૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત,૧૦ લોકોની ધરપકડ

0
387

મુંબઈ,તા.૪
ડાયરેકટ્રેટ ઓફ રેવન્યુ ઇન્ટલેજન્સ (ડીઆરઆઇ) એ મુંબઇમાં એક ડ્રગ્સ ફેક્ટરી પર છાપો માર્યો છે. જેમા દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ત્યાંથી ૫૦ કરોડથી પણ વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતુ.
માહિતી મુજબ મુંબઇમાં ડ્રગ્સ ફેક્ટ્રી પર દરોડા પાડી ૧૦ લોકોની ધરપકડ કરવામા આવી હતી. ફેક્ટ્રીમાં તૈયાર કરવામા આવેલુ ડ્રગ્સ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાઇ કરવામાં આવી રહ્યુ છે. આ ડ્રગ્સને અન્ય જગ્યાએ મોકલતા હોવાની માહિતી મળતા જ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ કૌભાંડમાં ૧૦ આરોપીઓને ઝડપી પાડયા છે. આ ઉપરાત અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટલેજન્સ (ડીએઆરઆઇ) ને ખુફિયા જાણકારી મળી હતી કે કેટલાંક લોકો ડ્રગ્સ બનાવીને બજારમાં વેચી રહ્યા છે અને વિદેશમાં સપ્લાઇ કરી રહ્યા છે. જેના આધારે ડીઆરઆઇએ છાપો મારીને મુંબઇથી ડ્રગ્સ ફેક્ટરીનો ભાંડો ફોડી દીધો હતો. પોલીસે આ કેસમાં દિલ્હી, પુને અને નવી મુંબઇથી દસ લોકોની ધરપકડ કરી લીધી છે. દરમિયાન ૫૦ કરોડથી વધુ ડ્રગ્સ અને ૨૫૦ કિલો કેટામાઇન અને એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ. ફેક્ટરીમાં તૈયાર થનાર ડ્રગ્સ માત્ર દેશ -વિદેશમાં પહોચાડવામાં આવતુ હતુ. આ આરોપીઓનું નેટવર્ક અન્ય કેટલી જગ્યાએ જોડાયેલ છે તે અંગે પ્રયાસ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY