ઈસ્લામાબાદ,તા.૪
પાકિસ્તાનમાં પોતાની સરકાર બનાવ્યા બાદ ઁ્ૈંના વડા ઈમરાન ખાન પાસે જીતની ઉજવણી કરવાનો કોઈ ખાસ અવસર રહેશે નહીં. કારણકે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન સામે અનેક મોટા આર્થિક પડકારો હશે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઈમરાન ખાને આ પડકારોનો ઝડપથી સામનો કરવો પડશે. પાકિસ્તાનની નવી સરકારે આગામી કેટલાક સપ્તાહમાં આતંરારાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે (ૈંસ્હ્લ) બેલઆઉટની માગણી કરવી પડી શકે છે. હવે જાવાનું એ રહેશે કે, ઈમરાન ખાન તેના ચૂંટણી પ્રચારમાં કરેલા વાયદા મુજબ ઈસ્લામિક વેલફેયર સ્ટેટની રચના કરે છે કે પછી ૈંસ્હ્લ પાસે મદદની માગણી કરશે.
વર્તમાન સમયમાં પાકિસ્તાન મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જે તેના નાણાંની Âસ્થરતા અને વિદેશી દેવું ચૂકવવાની ક્ષમતા માટે જાખમરુપ છે. ગત કેટલાંક વર્ષોથી પાકિસ્તાનમાં બજેટની ખાધ ઝડપથી વધી રહી છે. જે ત્યાંની ય્ડ્ઢઁના ૧૦ ટકા છે. ઉપરાંત ઈંધણની વધી રહેલી કિંમતોના કારણે આયાતમાં ઝડપથી વધારો થયો છે.
સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના જણાવ્યા મુજબ જુલાઈ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ દરમિયાન દેશના આયાત
આભાર – નિહારીકા રવિયા બિલનો ૭૦ ટકા હિસ્સો મુખ્યત્વે ઊર્જા, મશીનરી અને મેટલ સાથે સંબંધિત છે. આ દરમિયાન નિકાસમાં થોડો વધારો નોંધાયો છે.
પાકિસ્તાને અત્યાર સુધી અગાઉ લીધેલી લોનની પણ પરત ચુકવણી કરી નથી. જેથી આગામી સમયમાં ૈંસ્હ્લ પાસેથી વધુ ભંડોળ મેળવવું પાકિસ્તાન માટે મુશ્કેલ બનશે. બીજી તરફ પાકિસ્તાનને એ પણ ડર છે કે, બેલઆઉટ માટે ૈંસ્હ્લ વર્ષ ૨૦૧૩ કરતાં નિયમો વધુ કડક હશે. જેનું કારણ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા ઈસ્લામાબાદ માટે એક સમયનું સૌથી મોટું દાતા ગણાતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




