તસ્વીર હટાવાતા પાકિસ્તાન છંછેડાયું, આઈસીસીમાં કરશે કમ્પલેન

0
71

દુબઈ,તા.૨૦
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ભારતમાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન અને હાલાનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનાં પોસ્ટર હાટાલી લેવા પર નિરાશા જાહેર કરી છે. ૧૪ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદ દ્વારા જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોના શહીદ થયા બાદ સીસીઆઇએ શનિવારે ઇમરાનની તસવીર ઢાંકવાનો નિર્ણય કર્યો તો એક દિવસ બાદ પંજાબ ક્રિકેટ સંઘે ઇમરાન ખાન સહિત અન્ય પાકિસ્તાની ક્રિકેટરની તસવીરો પણ હટાવી લીધી. જ્યારે સોમવારે જયપુરના સવાઇ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ સિવાય આઇએમજી રિલાયન્સે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ૨૦૧૯ના પ્રોડક્શન અને પ્રસારણનો કરાર પણ રદ્દ કરી દીધો છે. જ્યારે તેની પહેલા ડી સ્પોર્ટર્સે પણ પીએસએલથી પોતાના હાથ ઉંચા કરી લીધા હતાં.
આ તમામ ઘટના બાદ પીસીબીના નિદેશક વસીમ ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, ક્રિકેટે હંમેશા લોકો અને દેશોને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું,’દુર્ભાગ્યવશ, પાકિસ્તાન સુપર લીગની ડિજીટલ કવરેજને બ્લોક કરી દેવી સાથે જ પૂર્વ કપ્તાન તથા હાલના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે-સાથે પાકિસ્તાનનાં દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓના પોસ્ટર ઐતિહાસિક ક્લબો અને સ્થાનોથી તેમની તસવીરો હટાવી લેવી ખુબ જ નિરાશાજનક છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY