Women’s ODI Rankings: ભારતની ઝડપી બોલર ઝુલન ગોસ્વામી ટોચ પર

0
60

દુબઈ,તા.૪
ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ સિરીઝમાં ભારતની જીતમાં મહત્વનો રોલ ભજવનાર મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી વનડે ઈન્ટરનેશનલ બોલરની નવી આઈસીસી મહિલા રેંકિંગમાં ટોચનો સ્થાન મેળવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં પણ ટોચની રેંકિંગ હાંસલ કરનારી ૩૬ વર્ષની ઝુલને શ્રેણીમાં કુલ આઠ વિકેટ લીધા હતા જેથી ભારતીય ટીમને આઠ ટીમોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બીજા સ્થાને પહોંચવામાં મદદ મળી. ન્યુઝીલેન્ડ અને ટોચની ચાર ટીમ ૨૦૨૧માં મહિલા વર્લ્ડ કપમાં સીધે ક્વાલિફાઇ કરશે.
આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૨૧૮ વિકેટની સાથે સફળ બોલર ઝુલન રેકિંગમાં લાંબા સમય સુધી ટોચનો સ્થાન જાળવી રાખવાના રેકોર્ડની નજીક પણ છે. રિપોર્ટ મુજબ ઝુલન ૧૮૭૩ દિવસ સુધી દુનિયાની નંબર વન બોલર રહી. જ્યારે તેનાથી વધુ ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ બોલર કેથરીન ફિટ્‌જપેટ્રિક રહી છે જે ૨૧૧૩ દિવસ સુધી રહી હતી.
જ્યારે ઝુલનની જાડીદાર શિખા પાંડે પણ ૧૨ લેવલ વટાવીને ૫માં નંબરે આવી છે. શિખાએ પણ ઈંગ્લેન્ડ સામે ૮ વિકેટ પોતાના નામે કર્યા હતા. નોંધનીય છે કે ૯ વર્ષમાં પહેલીવાર આવું થયું છે કે ટોચના ૫ ખેલાડીઓમાં ૨ ભારતના છે. જ્યારે આ પહેલા ૨૦૧૦માં ઝુલન અને રૂમેલીધરે ટોપ ફાઇવમાં જગ્યા બનાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY