મુંબઇ,તા.૪
વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી દરમિયાન ભારતીય શેરબજારમાં ૧૭,૨૨૦ કરોડ રૂપિયા લગાવ્યા છે. તે છેલ્લા ૧૫ મહિનામાં સૌથી વધુ છે. તેનાથી વધુ નવેમ્બર ૨૦૧૭માં ૧૯,૭૨૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ડિપોઝીટરીઝના તાજા આંકડાઓ પ્રમાણે, વિદેશી રોકાણકારાએ ફેબ્રુઆરીમાં ૧,૧૭,૯૦૦ કરોડ રૂપિયા ઈકિવટીમાં લગાવ્યા અને ૧,૦૦,૬૮૦ કરોડ રૂપિયા નીકાળ્યા છે. આ રીતે સ્ટોક માર્કેટમાં શુદ્ધ રોકાણ ૧૭,૨૨૦ કરોડ રૂપિયા રહ્યું. જાન્યુઆરીમાં તેમણે ભારતીય શેરબજારમાંથી ૫,૨૬૪ કરોડ રૂપિયા નીકાળ્યા હતા.
ફન્ડસ ઈન્ડિયાના મ્યુચ્યુઅલ ફન્ડ્સ રિસર્ચ હેડ વિદ્યા બાલાએ જણાવ્યું કે બજેટ બાદ સરકારી ખર્ચને લઈને ચીજા સ્પષ્ટ થઈ છે. આ સિવાય સિલેકટેડ શેરોના ભાવ નીચેના સ્તરે રહ્યાં હતા. આ કારણે વિદેશી રોકાણકારોએ ખરીદી કરી છે.
બજાજ કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ એનાલિટિક્સ હેડ આલોકે કહ્યું કે રોકાણકારોએ બજેટને સકારાત્મક રીતે લીધી છું. રિઝર્વ બેન્કે પણ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. વિદેશી રોકાણકારોએ આ સમગ્ર ડેવલોપમેન્ટને સકારાત્મક ઘટનાક્રમ તરીકે જાયું અને તેમણે ભારતીય બજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. જાવાનું એ છે કે આ ટ્રેન્ડ આગળ ચાલું રહે છે કે નહિ.
ગત શુક્રવારે ખત્મ થયેલા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સની ટોપ-૧૦માં પાંચ કંપનીઓની માર્કેટ કેપ ૩૫,૫૦૩ કરોડ રૂપિયા વધી છે. તેમાં સૌથી વધુ વધારો ટીસીએસની કેપમાં થયો છે. તે ૨૪,૬૭૨ કરોડ રૂપિયા વધીને ૭.૪૭ લાખ રૂપિયા સુધી પહોંચી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



