ઘાસચારા કૌભાંડ : દુમકા કેસમાં લાલુને ૧૪ વર્ષની જેલ, રૂ. ૬૦ લાખનો દંડ

0
49

પટણા,
તા.૨૪/૦૩/૨૦૧૮

રાંચીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે ચોથા કેસમાં લાલુને સજા સંભળાવી

૧૪ વર્ષની સજામાં એક સજા પૂર્ણ થયા બાદ બીજી સજા શરુ થશે, ઘાસચારા કૌભાંડના છ કેસમાંથી ચાર કેસમાં લાલુ દોષિતભાજપ અને જેડીયુ લાલુની હત્યાનું ષડયંત્ર રચી રહ્યાં છે : તેજસ્વી યાદવ

ઘાસચારા કૌભાંડના દુમકા કોષાગાર કેસ મામલે લાલુને ૧૪ વર્ષની સજાનું એલાન કર્યા બાદ લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યુ છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, કોર્ટના ચૂકાદા અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. સીબીઆઈ કોર્ટના ફેંસલાને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવશે. ભાજપ અને જેડીયુ સાથે મળીને અમારી વિરૂદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે. ભાજપ અને જેડીયુને ખ્યાલ છે કે લાલુ જેલમાંથી બહાર આવશે તો ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ હારી જશે. ભાજપ અને જેડીયુ લાલુની હત્યાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. તેજસ્વીએ વધુમાં કહ્યું કે, જનતા દરબારમાં લાલુ પાસ થશે અને બિહારમાંથી ભાજપ અને જેડીયુને ભગાડી મુકશે.

રાંચી,
તા.૨૪/૦૩/૨૦૧૮

ઘાસચારા કૌભાંડ સાથે જાડાયેલા કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને ૧૪ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સાથે જ આ કેસમાં તેને ૬૦ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રાંચીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુને સજા સંભળાવી હતી. લાલૂ યાદવ વિરૂદ્ધ IPC ની કલમ ૧૨૦બી, ૪૬૭, ૪૨૦, ૪૦૯, ૪૬૮, ૪૭૧, ૪૭૭એ અને પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ (PC ACT)ની કલમ ૧૩(૨) રેડ વિથ ૧૩(૧)(સી)(ડી) અંતર્ગત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ શિવપાલ સિંહની અદાલતે બંને કેસમાં ૭-૭ વર્ષની સજા અને ૩૦-૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચુકાદા બાદ આરજેડીએ કહ્યું છે કે તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે.

લાલુપ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે કહ્યું છે કે તેમના અસીલને આઈપીસી અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જાગવાઈઓ હેઠળ સાત-સાત વર્ષની કેદની સજા થઈ છે. જાકે કુલ ૧૪ વર્ષની સજા મામલે વકીલે ચુકાદાની નકલ મળ્યા બાદ તેના સંદર્ભે સ્પષ્ટતા થવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે કોર્ટે ત્રીસ-ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાની સ્થતિમાં લાલુ યાદવની એક વર્ષની સજા વધી જશે.

કોર્ટમાં રહેલા વકીલ વિષ્ણુકુમાર શર્માએ કહ્યું છે કે આ મામલામાં બે અલગ-અલગ કલમો હેઠળ લાલુપ્રસાદ યાદવને સજા થઈ છે.. આમ તેમને સાત-સાત વર્ષ એમ કુલ ૧૪ વર્ષની સજા થઈ છે. તેમણે કહ્યું છે કે એક સજાના પૂર્ણ થયા બાદ બીજી સજા શરૂ થશે.

દુમકા ટ્રેજરી કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાને બરી કરવામાં આવ્યા હતા. લાલુપ્રસાદ યાદવના એક અન્ય વકીલ અનંત કુમારે કહ્યું છે કે આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. આરજેડીના નેતા શિવાનંદતિવારીએ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવીને કહ્યું છે કે બંધારણ પ્રમાણે કોઈ વ્યક્તને એક અપરાધ માટે વારંવાર દંડિત કરી શકાય નહીં.

અગાઉ સોમવારે રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત ૧૯ આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં. જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત ૧૨ લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યાં હતાં. આ અગાઉ ઘાંસચારા કોભાંડના ત્રીજા કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને ચાઈબાસા કોષાગારમાં ગેરરીતિ આચરવાના કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. અદાલતે બંનેને ૫-૫ વર્ષની જેલની સજા ફટ્‌કારી હતી. આ કેસમાં કોર્ટે લાલૂ પ્રસાદને ૧૦ લાખ રૂપિયા અને જગન્નાથ મિશ્રાને ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

લાલુ પ્રસાદ યાદવ હાલ બીમાર છે અને તેમની રાજેન્દ્ર ઈન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)માં સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સે તેમને એમ્સમાં સારવાર કરાવવાની સલાહ આપી છે. તેની માહિતી જેલ સુપરટેન્ડેન્ટને પણ આપવામાં આવી છે.

આ કેસ આશરે ૨૨ વર્ષ સુધી સીબીઆઈ કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સીબીઆઈએ ૪૯ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં ૨૦૦ સાક્ષીઓને રજૂ કર્યા હતા. ૪૯ આરોપીઓમાંથી ત્રણ સરકારી સાક્ષી બની ગયા હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્્યું છે, જ્યારે દુમકાના તત્કાલિકન કમિશ્નર એસએન દુબે પર લાગેલા આરોપ ઉપલી કોર્ટે રદ કર્યા છે.

જાણો…લાલુપ્રસાદ યાદવને અત્યાર સુધીમાં ક્યાં કેસમાં કેટલી સજા થઇ

ઘાસચારા કાંડના ચાર કેસોમાં લાલુપ્રસાદ યાદવને સજા થઈ ચુકી છે. આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવને અત્યાર સુધીમાં ક્યાં કેસમાં કેટલી સજા થઈ તેના પર એક નજર કરીએ.

પ્રથમ કેસ
લાલુપ્રસાદ યાદવને સૌથી પહેલા ચાઈબાસા ટ્રેજરીમાંથી ગેરકાયદેસર રીતે ૩૭.૭ કરોડ રૂપિયા કાઢવાના મામલામાં સજા મળી છે. આ કેસમાં લાલુપ્રસાદ યાદવ સહીત ૪૪ લોકો પર કેસ હતો. આ કેસમાં લાલુપ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા ફરમાવવામાં આવી છે.

બીજા કેસ
દેવધર સરકારી ટ્રેજરીમાંથી ૮૪.૩૩ લાખ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડના બીજા મામલામાં લાલુપ્રસાદ યાદવ સહીત ૩૮ લોકો પર કેસ છે. લાલુપ્રસાદ યાદવને આ કેસમાં સાડા ત્રણ વર્ષ કેદની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાવામાં આવ્યો છે.

ત્રીજા કેસ
ચાઈબાસા ટ્રેજરીમાંથી ૩૩.૬૭ કરોડ રૂપિયાના અયોગ્ય રીતે ઉપાડના આરોપના ત્રીજા કેસમાં લાલુપ્રસાદ યાદવ સહીત કુલ ૫૬ આરોપી હતા. આ કેસમાં લાલુપ્રસાદ યાદવને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

ચોથો કેસ
દુમકા ટ્રેજરીમાંથી ૩.૧૩ કોરડ રૂપિયાના અયોગ્ય રીતે ઉપાડના ચોથા કેસમાં પણ લાલુપ્રસાદ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આઈપીસી અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની અલગ-અલગ કલમો હેઠળ સાત-સાત વર્ષ એટલે કે કુલ ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી છે.. તો કુલ ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY