આધાર પર સુપ્રિમ ચુકાદો,શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા
ન્યુ દિલ્હી,તા.૨૬
આધાર કાર્ડની બંધારણિય યોગ્યતા પર આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પાંચ જસ્ટીસની ખંડપીઠ દ્વારા એક પછી એક આ મામલે ચુકાદા સંભળાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે આધાર કાર્ડ મહત્વનું છે અને તેની વિરુદ્ધ કરાતો હુમલો બંધારણ વિરુદ્ધ ગણાશે. યુનિક ઓળખ દ્વારા સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગને પણ મદદ મળે છે. જો કે, આધાર કાર્ડને તમામ જગ્યાએ ફરજિયાત બનાવવું અયોગ્ય ગણાશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આધાર કાર્ડનાં કારણે દેશની જનતાને લાભ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડમાં ફક્ત છ મહિના સુધીનો ડેટા જ રાખી શકાય છે. આધારની બંધારણિય યોગ્યતા પર ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે બાયોમેટ્રિક ડેટાનું ડુપ્લિકેશન શક્ય નથી. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે, આધાર કાર્ડ સામાન્ય વ્યક્તિ માટેનું ઓળખપત્ર છે. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને હટાવી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડમાં નહીં હોવાનાં કારણે કે આધારની બાયોમેટ્રિકમાં કોઈ પ્રકારની તકલીફ હોવાનાં કારણે લોકોને લાભથી વંચિત નહીં રખાય. હોસ્પિટલ જેવી જગ્યાઓએ આધાર કાર્ડનાં કારણે કોઈ કામ નહીં અટકે.
જસ્ટીસ સિકરીએ તેમના ચુકાદામાં જણાવ્યું કે, આધારનું ડુપ્લિકેશન કરી શકાતું નથી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બની શકે તે સંભવ નથી. કેન્દ્ર સરકારે કરોડો લોકોના ડેટાને સુરક્ષીત રાખવા માટે તાત્કાલિક ધોરણે યોગ્યા પગલાં લઈ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને કાયદો બનાવવો જોઈએ જેથી કરોડો લોકોના ડેટા સુરક્ષીત રહી શકે તેમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આધારથી પ્રાઈવસી ભંગના કોઈ પુરાવા મળ્યા નથી.
સાથે-સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે બેન્ક એકાઉન્ટ ખોલવા, મોબાઇલ સિમકાર્ડ ખરીદવા કે શાળામાં એડમિશન લેવા માટે આધારકાર્ડ માગી શકાશે નહીં કે આધારકાર્ડ જરૂર રહેશે નહીં. સુપ્રીમે એવું જણાવ્યું હતું કે સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કે વિદેશીઓને આધારકાર્ડ ન મળે. સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામે અદાલતની પરવાનગી વગર કોઇ પણ એજન્સીને શેર કરશે નહીં. સીબીએસઇ, નીટ અને યુજીસી માટે આધાર અનિવાર્ય બનશે, પરંતુ સ્કૂલ એડમિશન માટે જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે ૧૦ મેનાં રોજ સુનાવણી પૂરી કરી હતી. આધારની અનિવાર્યતા અંગેની સુનાવણી ૧૭ જાન્યુઆરીએ શરૂ થઈ હતી જે ૩૮ દિવસ સુધી ચાલી હતી. આધારથી કોઈની અંગતતા પર અસર થાય છે કે નહીં, તેની અનિવાર્યતા અને કાયદેસરતાના મુદ્દે ૫ જજની બંધારણીય બેંચ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એકે સીકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાઈ ચંદ્રચુડ અને જસ્ટીસ અશોક ભૂષણના ૫ જજની બંધારણીય બેંચે આ મામલાની સુનાવણી કરી હતી.
સુપ્રિમે આધાર એક્ટની કલમ-૫૭ને હટાવી,આધાર સંપૂર્ણ સુરક્ષિત છે,તેના પર હુમલો બંધારણની વિરુદ્ધ,સીબીએસઇ, નીટ અને યુજીસી માટે આધાર અનિવાર્ય બનશે, પરંતુ સ્કૂલ એડમિશન માટે જરૂરી નથી
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



