સુરત,તા.૭
મ્યુનિ. તંત્રએ કન્ટેનર ફ્રી સીટી બનાવવા માટેના નિર્ણયનો અમલ પહેલી નવરાત્રીથી શરૃ કરવા જઈ રહી છે. એક સાથે ૬૦૦થી વધુ કન્ટનર હટાવવાનો નિર્ણય મોટો પડકાર બની રહે છે. આગામી ૧૦ ઓક્ટોબર પહેલા નવરાત્રીથી સુરત મ્યુનિ. વિસ્તારમાં કચરો ઉલેચવા માટે મુકાયેલા કન્ટેનર એક સાથે ગાયબ થઈ જશે.
સ્વચ્છ ભારત મીશન હેઠળ સુરત મહાનગરપાલિકાએ શહેરને કન્ટેનર ફ્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં એક હજારથી વધુ કન્ટેનર છે તેને તબક્કાવાર હટાવવી દેવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મ્યુનિ. તંત્રએ ૪૦૦ની આસપાસ કન્ટેનર હટાવી લીધા છે. જાકે, આ કન્ટેનર હટાવી લીધા હોવા છતાં પણ લોકોની કન્ટેનર સ્પોટ પર કચરો નાંખવાની આદત જતી નથી. આવી સ્થિતિ દરમિયાન મ્યુનિ. તંત્રએ ૧૦ ઓક્ટોબરના રોજ શહેરના જુદા જુદા વિસ્તારમાં મુકેલા ૬૦૦થી વધુ કન્ટેનર એક સાથે હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલા નવરાત્રીએ મ્યુનિ. તંત્રએ કન્ટેનર હટાવવાનો મહત્વ પુર્ણ નિર્ણય કર્યો છે.
મ્યુનિ.ના તમામ ઝોનમાં ૧૦ ઓક્ટોબરના રોજ એક સાથે તમામ કન્ટેનર હટાવી દેવા માટે સુચના આપી દેવામાં આવી છે. જો તંત્રનો આ નિર્ણય નો અમલ કડક પણે થાય તો ૧૦ ઓક્ટોબર બાદ શહેરમાં એક પણ કન્ટેનર દેખાશે નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



