‘નાગાલેન્ડના ગાંધી’ તરીકે જાણીતા નટવર ઠક્કરનું નિધન

0
8

ગુવાહાટી,તા.૭
જાણીતા ગાંધીવાદી સમાજસેવક અને નાગાલેન્ડના ગાંધી તરીકે પ્રખ્યાત થયેલા નટવર ઠક્કરનું ટૂંકી માંદગી બાદ સવારે લગભગ ૭.૧૦ વાગ્યાના સુમારે અહીંની ખાનગી એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા.
પદ્મશ્રી એવોર્ડવિજેતા અને નટવરભાઈ તરીકે જાણીતા નટવર ઠક્કરના પરિવારમાં એમના પત્ની લેન્ટીના આઓ-ઠક્કર, એક પુત્ર અને બે પુત્રી છે. લેન્ટીના આઓ ઠક્કર પોતે પણ સમાજસેવિકા તરીકે જાણીતાં છે અને પદ્મશ્રી એવોર્ડવિજેતા પણ છે.
ઠક્કરની તબિયત બગડતાં એમને ગઈ ૧૯ સપ્ટેંબરે ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નટવરભાઈએ દેહત્યાગ કર્યો ત્યારે એમના તમામ પરિવારજનો એમની બાજુમાં જ હતાં.
બાદમાં એમની તબિયત સુધરી હતી, પણ અચાનક એમનું બ્લડપ્રેશર ડ્રોપ થવા લાગ્યું હતું અને પછી એમની કિડનીઓ પણ બગડી ગઈ હતી, એમ એમના પુત્ર ડો. આતોશીએ જણાવ્યું છે. નટવર ઠક્કરના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે નાગાલેન્ડના ચુચીમલાંગ શહેરમાં એમના કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY