નિયમોનાં ઉલ્લંઘન બદલ એચડીએફસીની ઇ-મેલ-વોટ્‌સએપ દ્રારા ગ્રાહકોને નોટિસ

0
31

ન્યુ દિલ્હી,તા.૧૫
નિયમોનાં ઉલ્લંઘન કરવા પર એચડીએફસી બેંક ગ્રાહકો માટે ઇ-મેલ અને વોટ્‌સએપ દ્રારા નોટિસ મોકલી રહ્યાં છે. બેંકને આશા છે કે કનેક્ટિવિટીનાં નવાં ઉપાયનો ઉપયોગ કરીને તમામ કેસનો ઝડપથી નીકાલ લાવી શકાશે. બેંકનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકે વિભિન્ન કોર્ટમાં આ વાત પર ખાસ મહત્વ આપ્યુ હતું કે, ઇ-મેલ અને વોટ્‌સએપ જેવાં નવાં કનેક્ટિવિટીનાં ડિજિટલ માધ્યમથી નોટિસ અને સમન્સ મોકલવામાં આવે. તેથી મામલાનો તત્કાળ નિકાલ આવી શકે.
અધિકારીઓએ કહ્યું કે, ૬૦ લાખથી વધુ ચેક બાઉન્સનાં કિસ્સા દેશમાં પેન્ડિંગ છે. એવામાં એચડીએફસી બેંક સમન બજાવવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવા કોર્ટને અનુરોધ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે, ‘અમે ઇમેલ અને વ્હોટ્‌સએપ પર નોટિસ મોકલી રહ્યાં છીએ. કેટલાંક કિસ્સામાં અમે જાયુ છે કે પોસ્ટથી નોટિસ મોકલવા પર ગ્રાહક નોટિસ મળ્યાનો સ્પષ્ટ ઇનકાર કરતો હોય છે’
અધિકારીનું કહેવું છે કે, ઘણી વખત જાયુ છે કે લોકો ઘર ખુબજ જલ્દી બદલી નાંખે છે પણ તેમનો ઇ-મેલ અને મોબાઇ નંબર નથી બદલતા. તેથી અમારુ માનવું છે કે કનેક્ટિવીનાં નવાં માધ્યમનો ઉપયોગ થવો જાઇએ. અધિકારીએ કહ્યું કે, એચડીએફસી બેંક અત્યાર સુધીમાં ડિજિટલ માધ્યમતી આશરે ૨૫૦ સમન બજાવી ચુક્્યા છે અને આશા છે કે કાયદા હેઠળ આ મામલાને પતાવવામાં વધુ સરળતા થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY