સમગ્ર રાજ્યમાં હિટ વેવ, આજે ગરમીનો પારો ૪૦-૪૧ ડિગ્રી રહેવાની શક્યતા

0
92

અમદાવાદ,
તા.૩૦/૦૩/૨૦૧૮

હવામાન વિભાગે કામ વિના બહાર ન નીકળવા માટે લોકોને સૂચિત કર્યા

આવનારા ૨૪ કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં ગરમીને કહેર વરસવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા ,સાબરકાંઠાના વિસ્તારોમાં ગરમી વધવાની શકયતા છે. ૨૪ કલાક દરમ્યાન ઉત્તર ગુજરાતમાં હિટ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો ૪૦-૪૧ ડિગ્રી રહેવાની પણ વકી કરવામાં આવી છે.

રાજ્યનું તાપમાન સરેરાશ ૪૧ ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચ્યું છે. હવમાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં ગરમી વધવાની શકયતા છે. આ ૨૪ કલાક દરમ્યાન ઉત્તર ગુજરાતમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદનું તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી સુધી રહે એવી સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે કામ વિના બહાર ન નીકળવા માટે લોકોને સૂચિત કર્યા છે.

ગરમીને કારણે કેરીનો ફાલ ખરી પડવાની સંભાવના વધી છે. સૌરાષ્ટએ કેસર કેરીનું હબ ગણાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ હાફૂસ સહિતની કેરીનો પાક ઉતરે છે. આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરે તેવી સંભાવના છે. તલાલા પંથકમાં પ્રતિકૂળ હવામાનનાં કારણે કેસર કેરીનો ૭૦થી ૮૦ ટકા પાક નાશ પામ્યો છે. જેથી તાકિદે કેસર કેરીના નાશ પામેલ પાકનો સર્વે કરાવીને ઉત્પાદક ખેડૂતોને નિષ્ફળ ગયેલા પાકનું વળતર આપવાની માંગણી કરતો ઠરાવ તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ છે. દર વર્ષે રાજ્યમાં ૧૨થી ૧૩ લાખ ટન કેરી પાકે છે. આ વર્ષે પણ ઉત્પાદન ૧૧ લાખ ટન આસપાસ રહેવાની શક્્યતા છે. નિકાસમાંગ વધે તો ખેડૂતોને કેરીના ભાવ વધુ મળે તેવી સંભાવના છે.

દેહ દઝાડતી ગરમીથી બચવા માટે શરીર આખું કપડાથી ઢાંકીને બહાર નીકળવું, બપોરે કેરી અને ડુંગળી ખાવી, વરીયાળી સાથે ખડી સાકરનું શરબત પીવાથી ફાયદો થાય, ગુલાબ અને ખસનો વાળો નાખી માટલાનું પાણી પીવું, ગરમીથી બચવા પ્રવાહી લેવાનું પ્રમાણ વધારવાની સલાહ આપવામાં આવી છે તેમજ કોકમનું ગળપણ સાથેનું શરબત, લીંબુનો રસ અને જીરૂ પણ ગરમી સામે રક્ષણ આપે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY