૩પ વર્ષિય યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા

0
84

ભરૂચ,
તા.૨૦/૪/૨૦૧૮

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ શ્રીનિવાસ બંગ્લોઝના એક મકાનમાંથી એક ૩પ વર્ષિય યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા ઘટના અંગે અનેક તર્કવિતર્કો સર્જાવા સાથે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના જુના તવરા ખાતે આવેલ શ્રીનિવાસ બંગ્લોઝમાં બંગલા નં.૩પમાં એકલવાયું જીવન જીવતા યુવાન વિજય રમેશ પરમારની પોતાના જ ઘરમાં રસોડા નજીક લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી.
તા.૧૯મીની સવારે સોસાયટીના વોચમેને પોતાની ફરજ દરમિયાન દુર્ગંધ આવતા અને મકાન નં.૩પનો દરવાજા ખુલ્લો જાતા શંકા ઉપજી હતી. જેથી તેણે અંગે સોસાયટીના રહીશોને આ બાબતથી વાકેફ કર્યા હતા. તમામે ઘરનો દરવાજા ખોલી જાતા ઘરની અંદર એકલા રહેતા ૩પ વર્ષિય વિજય પરમાર તેના જ ઘરના રસોડા પાસે લોહીથી લથપથ હાલતમાં પડેલ જાયો હતો. આ અંગેની સ્થાનીક રહીશોએ ગામના સરપંચ પ્રવિણસિંહ પરમારને કરતા તેમણે તાત્કાલિક ભરુચ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ભરૂચ સી-ડિવિઝનના પી.એસ.આઇ. પાટીલ તેમની ટીમ સાથે જુના તવરા ખાતે પહોંચયા હતા. મકાનમાં જઇને જાતાં વિજય પરમારને માથા ઉપર ઇજા અને તેની લાશની ચારેબાજુ લોહીના ખાબોચીયા જાવા મળયા હતા. પોલીસે અતિદુર્ગંધ મારતી અને લોહીથી લથપથ પડેલી વિકૃત થઇ ગયેલ મૃતક વિજય પરમારની લાશનો કબજા મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરવા સાથે યુવાનની હત્યા છે કે આત્મહત્યા તે અંગેનું રહસ્ય ઉકેલવાની કવાયત હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY