ચૂંટણી ઈફેક્ટ : પેટ્રોલ ૩૫ અને ડિઝલ ૪૧ પૈસા સસ્તુ થયુ

0
6

ન્યુ દિલ્હી,તા.૨૬
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ઘટાડો થતા ગ્રાહકોને હાલ થોડી રાહત મળી રહી છે. આ સિલસિલો સોમવારે સતત પાંચમા દિવસે પણ યથાવત રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઈંધણની કિંમતમાં ઘટાડો થતા છેલ્લા એક મહીનાથી વધારે સમયથી ભારતમાં પેટ્રોલ અને ડીજલની કિંમતો પર અંકુશ લાગ્યો હતો. આનાથી વાહન ચાલકો ગ્રાહકોને મોંઘવારીથી રાહત મળી છે.
અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસાનો ઘટાડો અને ડીઝલના ભાવમાં ૪૩ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આજનો ભાવ પેટ્રોલ – ૭૧.૮૦, ડીઝલ- ૭૨.૪૫. રાજકોટમાં પેટ્રોલ – ૭૧.૫૬, ડીઝલ – ૭૨.૨૩ સુરતમાં પેટ્રોલ ૭૧.૭૩, ડીઝલ ૭૨.૪૧, વડોદરામાં પેટ્રોલ ૭૧.૪૭, ડીઝલ ૭૨.૧૩ નોંધાયો હતો.
દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઇમાં સોમવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. સોમવારે દિલ્હી, કોલકત્તા, મુંબઈમાં પેટ્રોલની કિંમત ૩૫ પૈસા ઘટતા દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૪.૪૯, કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૭૬.૪૭, મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૦.૦૩, થઈ હતી તો ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં ૩૭ પૈસા ઘટતા પેટ્રોલની કિંમત ૭૭.૩૨ રૂપિયા થઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY