ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિમી નીચે હતુ
તહેરાન,તા.૨૬
ઇરાનની ઇરાક સાથે જાડાયેલી પશ્ચિમી સરહદની નજીક રવિવારે રાત્રે ભયંકર ભૂકંપના ઝાટકા આવતા ઓછામાં ઓછા ૫૦૦ લોકો ઘાયલ થયા છે. ઇરાનની ઇમરજન્સી સર્વિસીસના પ્રમુખ પીર હસૈન કોલીવંદે આ માહિતી આપી છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે આ ભૂકંપથી મોટી નુકસાનીની આશંકા છે. ભયંકર ભૂકંપ આવતા જ તમામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણના મતે ૬.૩ની તીવ્રતાનો આ ભૂકંપ કેરમનશાહ પ્રાંતના સરપોલ-એ-જહાબ વિસ્તારમાં આવ્યો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. જા કે ઇરાન ટીવી તેની ઊંડાઈ પાંચ કિલોમીટર બતાવે છે.
આ ભૂકંપ ઉથલો હતો અને આ ગંભીર નુકસાનીનું કારણ બની શકે છે. તેની અસર ઇરાકની રાજધાની બગદાદ સુધી મહેસૂસ થયો હતો. અર્ધશાસકીય ન્યૂઝ એજન્સી ફાર્સે કહ્યું કે ઇરાનના સાત પ્રાંતોમાં તેની અસર મહેસૂસ કરાઇ છે. આ વિસ્તારમાં નવેમ્બર ૨૦૧૭ના ભૂકંપમાં ૬૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







