આગામી વર્ષે થનાર ચૂંટણી પહેલાં સરકાર જોખમ નહિ લે,વધારા મુદ્દે અસમંજસ સાતમું પગાર પંચ : કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં થશે વધારો

0
10

ન્યુ દિલ્હી,તા.૧૯
સાતમા પગાર પંચની ભલામણ લાગૂ થાય તેની સૌકોઇ રાહ જાઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટસમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલા વેતનનો લાભ નવા વર્ષમાં આપવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ કેટલો વધારો થશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં કર્મચારી પોતાની માગને લઇને સરકાર પર દબાણ વધારી રહ્યાં છે. સરકાર પણ આગામી વર્ષે થનાર સામાન્ય ચૂંટણી પહેલાં કોઇ જાખમ લેવા નથી માગતી તેથી કોઇ સમાધાન કાઢવાની તૈયારી કરી રહી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર સરકાર લોકસભાની ચુંટણી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક પેમાં વધારો કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનો દાવો છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક પે ૩૦૦૦ રૂપિયા સુધી વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ ગણાંથી વધારીને ૩ ગણુ કરવામાં આવી શકે છે. જા કે કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ૩.૬૮ ગણુ કરવામાં આવે.
જા ફિટમેન્ટ ફેક્ટરમાં ૩ ગણો વધારો કરવામાં આવે તો, કર્મચારીઓના બેસિક પે ૧૮૦૦૦થી વધીને ૨૧૦૦૦ રૂપિયા થઇ શકે છે. ૭માં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતન ૧૮ હજાર રૂપિયાની ભલામણ કરવામાં આવી હતી, જ્યારે કર્મચારીઓ તેને વધારીને ૨૬ હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે વેતન વધારાની જાહેરાત ક્્યારે કરશે. પરંતુ તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. કેટલીય વાર પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આશા રાખવામાં આવી રહી છે, કે ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી શકે છે.
સૂત્રો માને છે, કે સાતમાં પગાર પંચનો ફાયદા અંતર્ગત વધેલો પગાર અને ફિટમેન્ટ ફેક્ટર જા લાગૂ કરવામાં આવે છે. તે કર્મચારીઓને એરિયારના કોઇ પણ પ્રકારના ફાયદાઓ મળશે નહિ. અમુક મીડિયા રિપોટ્‌ર્સમાં એ માહિતી પણ આપવામાં આવી રહી છે, કે સરકાર એરિયર આપવાના મૂડમાં નથી, સરકારના આર્થિક સલાહકારોએ વેતનમાં વૃદ્ધિથી વધારે નુકશાન થવાની વાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY