હેલમંડ,તા.૧૮
અફ્ગાનિસ્તાનમાં અમેરિકા તરફથી એક મોટી ભુલ સામે આવી છે અહીંના હેલમંડ પ્રાંતમાં તાલિબાન આતંકીઓ સાથે લડાઈ કરવા પહોંચી હતી પરંતુ અમેરીકાએ ભુલમાં અફ્ગાન પોલિસ પર બોમ્બ પાડ્યા હતા. આ હુમલામાં ૧૭ પોલિસકર્મીનું મૃત્યુ થયું હતું જ્યારે ૧૪ લોકો ગંભીર રૂપે ધાયલ થયા હતા.
હેલમંડ વિસ્તારના પ્રમુખ અતાઉલ્લાહ અફગાને જણાવ્યું કે આ ધટના હેલમંડ વિસ્તારના નાહર-એ-સારાજ જીલ્લાની છે. પોલિસ અને તાલિબાન આતંકવાદીઓ વચ્ચે લડાઈ ચાલુ હતી તે દરમિયાન અમેરિકી વાયુ સેનાની મદદ માંગવામાં આવી હતી. માનવામા આવે છે કે જ્યાં સુધી અમેરીકા તરફથી મદદ આવી ત્યા સુધી હાઈવે પર આતંકવાદીઓને સુરક્ષા ચેક પોસ્ટથી પાછળ ખસેડવામાં આવતા હતા.
પોલિસ આતંકીઓને પાછળ ખસેડી રહી હતી ત્યાં જ અમેરિકી વાયુ સેનાએ હવાઈ હુમલો કરી દીધો. આ હુમલામાં આતંકીઓને કોઈ નુકશાન થયું ન હતું પરંતુ અફગાન પોલિસના ૧૭ પોલિસકર્મીના મૃત્યુ થયા. ત્યાના ગવર્નર ઉમર જ્વાકના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટી કરી હતી અને કહ્યું કે તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં જ તાલિબાન તરફથી યારી યુસુફ અહમદીએ કહ્યું છે કે અમેરીકા તરફથી પોતાના સાથીઓ પર હુમલો કરીને ૩૫ પોલિસકર્મીઓને માર્યા છે, જેમા ચાર કમાન્ડર પણ શામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



