પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલ તથા પો.સ.ઇ કે.એમ.યૌધરી તથા પો.સ.ઇ એસ.એન.ગોહીલ તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. વરસનભાઇ શંકરભાઇ તથા પો.કો. મો. ગુફરાન મો. આરીફ નાઓની બાતમી આધારે ભરૂચ નર્મદા ચોકડી ઉપર એક ઇકો ગાડી નંબર. જીજે -5-જેએચ-9760 માંથી કુલ ૭ કિલો ૨૩૬ ગ્રામ કિ.રૂ.7,23,600/- રોકડા રૂપીયા મોબાઇલ ફોન તથા મારૂતી ઇકો ગાડીની મળી કુલ- ૧૦,૩૧,૯૫૫/- નો મુદ્દામાલ સાથે આરોપી મારૂતી ઇકો ગાડી ચાલક ફીરોજખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બમ્બૈયા ગુલમહંમદ નૌદાન બલોચ (મકરાણી) રહે. કુબેર પાર્ક,જીન્નત બંગ્લોઝ પાછળ, (ઇબ્રાહીમભાઇ ના મકાનમાં) જંબુસર બાયપાસ ચોકડી પાસે, કંથારીયા રોડ ભરૂચ.મુળ રહે. મુરાદ મહંમદની ચાલ, રૂમ નં. ૪ સુભાષ રોડ, જોગેશ્વરી ઇસ્ટ મુબંઇ -૧૬ ને પકડી પાડી કુલ રૂ ૧૦,૩૧,૯૫૫/- નો મુદ્દામાલ કબજે કરી તેમજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસુકલ ઉર્ફે તારીક તથા ઇમરાનખાન હુશેનખાન પઠાણ ઉર્ફે થોબલી રહે. બહારની ઉડાઇ, ભરૂચ તથા મહંમદ ઉર્ફે બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ રહે.પીર કાઠી,માલીવાડ ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરી ભરૂચ શહેર “સી” ડીવી, પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરાવતા આગળની વધુ તપાસ ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. નાઓ ચલાવી રહ્યા છે.
ભરૂચ બ્યુરો : જંગ એ ગુજરાત
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




