ઇપીએફઓ ધારકોને શેરમાં રોકાણને વધારવાના વિકલ્પ

0
98

નવી દિલ્હી,
કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (ઇપીએફઓ)ના પાંચ કરોડથી પણ વધારે ગ્રાહકોને હવે ટુંક સમયમાં જ પોતાના પ્રોવિડેન્ટ ફંડમાંથી એક્સચેંજ ટ્રેટેડ ફંડ (ઇટીએફ) મારફતે શેરમાં રોકાણ વધારી દેવા અથવા તો ઘટાડી દેવા માટેના વિકલ્પ મળી શકશે. ઇપીએફઓના કેન્દ્રિય બોર્ડ સીબીટીની બેઠકમાં આ મામલે વ્યાપક વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે વિકલ્પ પર ધ્યાન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. હાલમાં ઇપીએફઓના ધારકોની પાસે આવો કોઇ વિકલ્પ નથી. આ એકમ પોતાની રોકાણ સાથે સંબંધિત રકમ પૈકી ૧૫ ટકા રકમ જ ઇટીએફમાં રોકાણ કરે છે. સીબીટીએ ગયા વર્ષે મેમ્બર્સના યોગદાનને બે એકાઉન્ટમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો. કેશ એકાઉન્ટમાં મેમ્બર્સના પીએફની ૮૫ ટકા રકમ જમા હોય છે. જ્યારે ત્યાં જ ઇટીએફના એકાઉન્ટમાં ૧૫ ટકા રકમ રાખવામાં આવે છે. જે શેરબજારમાં રોકાણ કરી દેવામાં આવે છે. આ રકમ મેમ્બર્સ એકાઉન્ટમાં યુનિટ તરીકે દેખાય છે. પીએફ વિડ્રોલના સમય નેટ એસેટ વેલ્યુના આધાર પર મેમ્બર્સને પેમેન્ટ મળી જાય છે. સામાન્ય લોકોને ઇટીએફને લઇને ઓછી માહિતી છે. જા કે જાણકાર લોકો કહે છે કે એક્સચેંજ ટ્રેટેડ ફંડ મ્યુચ્યુઅલ ફંડ કંપનીના પ્રોડક્ટસ તરીકે છે. જેમાં માત્ર સ્ટોક એક્સચેંજ મારફતે રોકાણ કરવામાં આવે છે. ઇટીએફના અંડરલાઇંગ અસેટ શેર, કોમોડીટી બોન્ડ અને કરેન્સી હોઇ શકે છે. ઇપીએફઓના કરોડો ધારકોને હવે નવા વિકલ્પ મળનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY