ન્યુ દિલ્હી,તા.૨૦
કેન્દ્ર સરકારે મહિલાઓ સામે વધી રહેલા અપરાધોને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે ગૃહ મંત્રાલય દ્વારા જાતીય શોષણ, છેડતી કે રેપ જેવા કેસમાં સજા પામેલા દેશભરના અપરાધીઓનો એક ડેટાબેઝ બનાવ્યો છે.
આવો ડેટાબેઝ તૈયાર કરનાર ભારત દુનિયાનો નવમો દેશ બન્યો છે.જાતીય અપરાધની ઘટનાઓમાં દોષિત વ્યક્તિનુ નામ, તેનો ફોટો,સરનામુ, ફિંગર પ્રિન્ટ, ડીએનએના નમૂના, પાન નંબર અને આધાર નંબર સહિતની ડીટેલ તેમાં મુકવામાં આવશે.
ડેટાબેઝમાં લગભગ ૪.૫ લાખ અપરાધીઓનો રેકોર્ડ સામેલ કરાશે. આ માટે દેશભરની તમામ જેલમાંથી ડેટા માંગવામાં આવ્યા છે. ડેટાબેઝ તૈયાર કરવાની જવાબદારી નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરોને સોંપાવમાં આવી છે.
જાકે ભારતમાં આ ડેટાબેઝ કાયદો લાગુ કરનારી એજન્સીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. અમેરિકામાં આવો ડેટાબેઝ એફબીઆઈ રાખે છે અને પબ્લિક માટે તે ઉપલબ્ધ હોય છે.
ભારતમાં તૈયાર કરાયેલા ડેટાબેઝમાં ઓછા ખતરનાક અપરાધીઓનુ નામ ૧૫ વર્ષ જ્યારે ગેંગરેપ, કસ્ટોડિયલ રેપ જેવા અપરાધમાં સંડોવાયેલા દોષિતોનુ નામ આખી જીંદગી રાખવામાં આવશે.
ડેટાબેઝમાં હાલમાં ધરપકડ કરાયેલા અને જેમની સામે ચાર્જશીટ થઈ છે તેવા અપરાધીઓના નામ પણ હશે. જાકે તે માત્ર ગણતરીના અધિકારીઓ માટે ઉપલબ્ધ હશે. જ્યારે સગીરવયના અપરાધીઓના નામ તેમાં પાછળથી સામેલ કરાશે.
અત્યાર સુધી ઘણા કિસ્સામાં એક વખત જાતીય અપરાધમાં સંડોવાયેલા લોકો બીજી વખત પણ આવી ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે કારણકે ડેટાબેઝના અભાવે તેમને રોકવુ મુશ્કેલ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





